અલ્કાસેરના બે ગોલની મદદથી સ્પેનિશ લીગમાં બાર્સિલોનાએ સેવિલાને 2-1થી હાર આપી હતી. આ જીતની સાથે બાર્સિલોના ટૉપ પર પહોંચ્યું છે. આ બાર્સિલોના માટે લિયોનલ મેસીની 600મી મેચ હતી. આ જીત બાદ બાર્સિલોનાના 31 અંક થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર ચાલી રહેલી વાલેંસિયાથી 4 અંક આગળ છે. બાર્સિલોનાએ મેચના પ્રથમ હાફમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, અને મેસીએ સમગ્ર મેચમાં પોતાના નામ અનુરૂપ દેખાવ કર્યો હતો. પરંતુ, બીજા હાફની પ્રારંભિક ક્ષણોમાં વાલેંસિયાને વાપસીની તક પણ આપી હતી.
મેચની 23મી મિનિટમાં અલ્કાસેરે પ્રથમ ગોલ કર્યો હતો. બીજા હાફમાં સેવિલાના ગુઇડો પિજારોએ બાર્સિલોનાની કમજોર શરૂઆતનો ફાયદો ઉઠાવતા 58મી મિનિટમાં ગોલ કરી સ્કોર 1-1ની બરાબરી કર્યો હતો. અલ્કાસેરે 65મી મિનિટમાં બાર્સિલોના માટે બીજો ગોલ કરી પોતાની ટીમને 2-1થી આગળ કરી હતી. આ સરસાઇને જાળવી રાખતા બાર્સિલોનાએ જીત હાંસલ કરી હતી.
