ક્લીવલેન્ડ: દુનિયામાંસૌથી વધારે પગાર મેળવનાર બાસ્કેટબોલર લેબ્રોન જેમ્સને એનબીએનના એક મુકાબલામાં અધવચ્ચેથી બહાર કરી દીધો હતો. ક્લીવલેન્ડ કેવેલિયર્સે સ્ટાર ખેલાડી બહાર હોવા છતા મેચ જીતી લીધી હતી. તેણે મિયામી હિટને 108-97થી હરાવ્યું હતું. 32 વર્ષનો જેમ્સ મેચના ત્રીજા ક્વાર્ટરમાં ફાઉલ થયા પછી રેફરી સાથે રકઝક કરવા લાગ્યો હતો. રેફરીએ તે સમયે જેમ્સને મેચમાંથી બહાર મોકલી દીધો હતો. જેમ્સની 15 વર્ષની કારકિર્દીમાં પ્રથમ વખત મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તે સતત 1082 મેચ રમી ચૂક્યો છે. ચાર વખત મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયરનો એવોર્ડ જીતી ચુકેલો જેમ્સ કારકિર્દીમાં 1299 મેચ રમી ચૂક્યો છે. તેેને દોઢ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. લેબ્રોન જેમ્સે જણાવ્યું હતું કે અમારી ટીમે 23 અંકની લીડ બનાવી લીધી હતી. મેં એક ફ્રી થ્રો કર્યો હતો પણ તે ફાઉલ થયો હતો. ગુસ્સામાં મારી રેફરી કેન ફિટ્જગેરાલ્ડ સાથે રકઝક થઈ હતી. તેમણે તરત મને લોકર રૂમમાં જવા કહ્યું હતું.
