નવી દિલ્હી : મંગળવારે ભારતીય ખો-ખો ફેડરેશન (કેકેઆઇઍફ)ઍ અલ્ટીમેટ ખો-ખો લીગ લોન્ચ કરી હતી, જે આ રમતની ફ્રેન્ચાઇઝી આધારિત લીગ છે. કેકેઍફઆઇ ઍક કંપની સાથે મળીને આઇપીઍલની જેમ જ 21 દિવસીય લીગનું આયોજન કરશે, જેમાં ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટા આધારે 8 ફ્રેન્ચાઇઝી ટીમો કુલ 60 મેચ રમશે.
હાલમાં આ લીગમાં ખેલાડીઓના શરૂઆતના ડ્રાફટમાં ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, દક્ષિણ કોરિયા, ઇરાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકા સહિત વિશ્વભરના ખેલાડીઓ 8 ફ્રેન્ચાઇઝી માટે ઉપલબ્ધ રહેશે. દરેક ફ્રેન્ચાઇઝી ટીમ પાસે અંડર 18 ખેલાડીઓને પણ પોતાની સાથે સામેલ કરવાની તક રહેશે. આ લીગનું ધ્યેય યુવા ખેલાડીઓનું ઍક પુલ તૈયાર કરવાનું છે. આ કાર્યક્રમમાં વીડિયો ચેટ વડે જાડાયેલા રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે કહ્યું હતું કે નિશ્ચિતપણે આ લીગ આ ભારતીય રમતની લોકપ્રિયતા વધારવામાં મોટી ભૂમિકા ભજવશે અને ખેલાડીઓ તેમજ ચાહકો માટે ઍક નવું પરિદૃશ્ય તૈયાર થશે. કેકેઍફઆઇઍ અર્નેસ્ય ઍન્ડ યંગના માજી રમત સલાહકાર અધ્યક્ષ તેજિંગ નિયોગીને આ લીગના સીઇઓ બનાવ્યા છે. આ લીગમાં પ્રત્યેક ટીમમાં 12 ખેલાડી હશે, જેમાંથી 9 મેદાન પર ઉતરશે અને 3 ખેલાડી વધારાના હશે.
ભારતીય રમતોને વિશ્વમાં સ્થાપિત કરવાનો આ સમય છે : રાજ્યવર્ધન સિંહ રાઠોર
કેન્દ્રિય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે મંગળવારે કહ્યું હતું કે હાલમાં જ્યારે ભારત ઝડપથી ઍક વૈશ્વિક શક્તિ બનીને ઊભરી રહ્યું છે, ત્યારે આ સમય ભારતમાં જન્મેલી રમતોને વિશ્વભરમાં સ્થાપિત કરવાનો યોગ્ય સમય છે. રાઠોરે કહ્યું હતું કે ભારતમાં જન્મેલી રમતોમાં શરીર અને મનને તંદુરસ્ત રાખનારા તમામ ગુણ છે. આ રમતો જીવનની ભાગદોડમાં ક્યાંક ખોવાઇ ગયા હતા, પણ હવે જ્યારે ભારત ઍક વિશ્વશક્તિ બનીને ઉભર્યુ છે ત્યારે ભારતમાં જન્મેલી રમતોને વિશ્વભરમાં સ્થાપિત કરવી જાઇઍ.