WWEમાં હાલના સમયમાં મહિલા વર્ગની ફાઈટને પણ ઘણી લોકપ્રિયતા મળી રહી છે. ભારતની સાથે સાથે દુનિયામાં મહિલા WWEમાં વધતી લોકપ્રિયતાને જોઈને કંપની પહેલીવાર કોઈ ભારતીય મહિલા પહેલવાન સાથે કરાર કર્યો છે. આના માટે તેમને પૂર્વ વેટ લિફ્ટર કવિતા દેવીને પસંદ કરી છે. જે WWE દ્વારા આયોજિત માય યંગ ક્લાસિક ટૂર્નામેન્ટમાં હિસ્સો રહી છે. આ વાતની ઘોષણા નવી દિલ્હી પ્રવાસ દરમિયાન ચેમ્પિયન જિંદર મહલે કરી. કવિતા દેવી ભારતની ખૂબ જ પ્રખ્યાત વેટલિફ્ટર રહી ચૂકી છે.
તેમણે વર્ષ 2006માં દ.એશિયાઈ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ આપ્યો હતો. સ્કૂલના દિવસોથી જ તેઓ કબડ્ડી રમતી હતી. કવિતા દેવીએ WWE રિંગના દાવ પેચ પૂર્વ વર્લ્ડ હૈવીવેટ ચેમ્પિયન ધ ગ્રેટ ખલીથી શિખ્યા છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં અમિરાકાના ફ્લોરિડામાં સ્થિત WWE પર્ફોર્મન્સ સેન્ટરમાં ટ્રેનિંગ શરૂ કરશે. આ ઉપલબ્ધિ હાંસલ કર્યા બાદ કવિતા દેવીએ WWEની રિંગમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા બનવાનું સન્માન હાંસલ કર્યું છે. માય યંગ ક્લાસિક ટૂર્નામેન્ટમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ મહિલાઓની સાથે મુકાબલા કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. હવે તેઓ આગળ ભારત માટે WWE વિમન્સ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતવા માંગશે.