કેટરીના કૈફ આજકાલ સલમાન ખાન સાથેની ફિલ્મ ભારતને લઈ ખાસ્સી ચર્ચામાં છે. પરંતુ લેટેસ્ટ અપડેટ એ છે કે કેટરીના કૈફે નવી નક્કોર લક્યુરીયસ કાર ખરીદી છે.
નોંધનીય છે કે કેટરીના પાસે કારનું જોરદાર કલેક્શન છે. તેની પાસે 42 લાખ રૂપિયાની ઓડી-ક્યૂ-3 ઉપરાંત મર્સિડિઝ એમએલ-350(કિંમત-50 લાખ) અને ઓડી-ક્યૂ-7(કિંમત-80 લાખ રૂપિયા) જેવી કાર તો પહેલેથી જ છે. હવે કેટરીનાએ રેંજ રોવર કાર ખરીદી છે. સફેદ કલરની રેંજ રોવર કાર હવે કેટરીના કાર આલ્બમનો હિસ્સો બની છે.
જો તમે કારને જોશો તો તેની પાછળ તેનું મોડેલ પણ પણ જોવા મળે છે. રેંજ રોવર વોગ એસઈ(Vogue SE) કાર ખાસ્સી મોંઘી કાર છે. પણ કેટની પાસે આ કારનું લેટેસ્ટ મોડેલ છે. આ Vogue SE કારની કિંમત બે કરોડ અને 11 લાખ રૂપિયા છે. જે ઓન રોડ અંદાજે અઢી કરોડ સુધી પહોંચી શકે છે. જ્યારે આ કારુનું ડિઝલ મોડેલ બે કરોડ અને 34 લાખ રૂપિયાનું છે અને ઓન રોડ ત્રણ કરોડ સુધી પહોંચી શકે છે.
કેટરીના કારની શોખીન છે. માત્ર કેટરીના જ કેમ, બોલિવૂડના લગભગ દરેક સ્ટારમાં કારની જબ્બર ઘેલછા જોવા મળે છે. તાજેતરમાં જ સલમાને પોતાની માતા સલમા ખાન માટે કાર ખરીદી હતી. પરંતુ હવે એ કાર સલમાન પોતે વાપરવાનો છે. કેટરીનાનો જન્મદિવસ 16 જુલાઈએ આવે છે.
ફિલ્મોની વાત કરીએ તો કેટરીનાની ઝીરો ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ મોટું તીર મારી શકી ન હતી. હવે કેટરીનાની બધી જ આશા ભારત પર ટકેલી છે.