શુંટીંગ વર્લ્ડ કપ ફાઇનલમાં હિના સિંધુ અને જીતુ રાયની જોડીએ શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એયર પિસ્ટલ મિક્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ISSF ની ફાઇનલમાં પિસ્ટલ ઇવેન્ટમાં જીતુ રાય અને હિના સિદ્ધુની જોડીએ ભારતને ટુર્નામેન્ટની શરૂઆતમાં જ મોટી સફળતા અપાવી હતી. ISSF વર્લ્ડ કપ ફાઇનલની શરૂઆત દિલ્લીના કર્ણી સિંહ શુટીંગ રેંજમાં થઇ હતી. આ ટુર્નામેન્ટમાં 25 ટીમો ભાગ લઇ રહી છે.
આ ટુર્નામેન્ટમાં 25 ટીમોમાંથી 8 ટીમો મિક્સ ટીમ 10 મીટર એયર રાઇફલ ઇવેંટ અને 10 મીટર એયર પિસ્ટલ ઇવેંટમાં ભાગ લઇ રહી છે. ભારતની 2 ટીમો વિશ્વ કપમાં ભાગ લઇ રહી છે. 1-1 ટીમ રાઇફલ અને પિસ્ટલ ઇવેંટમાં ઉતરશે. પિસ્ટલ ઇવેન્ટમાં જીતુ રાય અને હીના સિંધુ ભારતની મિક્સ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તો એયર રાઇફલ સ્પર્ધામાં દીપક કુમાર અને મેઘના ભારતીય ટીમની જવાબદારી સંભાળશે.