વડોદરા: શ્રીલંકાના કોલંબો ખાતે સુગથાદાસા સ્ટેડિયમ પર ડબ્લ્યુ.કે. આઇ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વડોદરાના વાડોકાઇના સ્પર્ધકો નિખિલ અગ્રવાલે સિનિયર કુમિતેમાં સિલ્વર મેડલ, દેવિકા અગ્રવાલે જુનિયર ટીમ ગર્લ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે અભિષેક અગ્રવાલે જુનિયર બોઇઝમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વડોદરાના ઓલ ઇન્ડિયા વાડોકાઇ કરાટે ડો એસોસિયેશનના ચેરમેન સિહાન રાજેશ અગ્રવાલના માર્ગદર્શનમાં ભારતીય ટીમે ઉપરોક્ત ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેમના તાલીમાર્થીઓએ ઉપરોક્ત સ્પર્ધામાં કુલ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવી વડોદરાનું આંતરરાષ્ટ્રિય કક્ષાએ ગૌરવ વધાર્યું હતું.
