વર્લ્ડ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનૂએ ત્રણ રેકોર્ડ સર્જતા શ્રેષ્ઠ પ્રદર્શન સાથે ભારતને 21મા કોમન વેલ્થ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.ચાનૂએ ત્રણ સફળ પ્રયાસોમાં 103 કિલો, 107 કિલો અને 110 કિલો વજન લિફ્ટ કરીને ગેમનો ઓવરઓલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ચાનૂએ ગ્લાસ્ગોમાં ગત કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.અા વખતે ગોલ્ડ મેડલ જીતી અનોખી અને ઝળહળતી સિદ્ધિ મેળવી છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અા વખતે ભારતીય ખેલાડીઓએ શરૂઅાતથી જ પોતાનો પરચો અાપવાનું શરૂ કરી દીધુ છે. અગાઉ પી ગુરુરાજાએ પુરુષોના 56 કિલો વર્ગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે.કોમનવેલ્થ ગેમ્સ વેઇટલિફ્ટીંગમાં ભારતની મીરાબાઇ ચાનૂએ ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યુ છે.