જોહાનિસબર્ગઃ ભારતીય ગોલ્ફર શુભંકર શર્માએ સાઉથ આફ્રિકામાં રમાયેલી જોબર્ગ ઓપન ટૂર્નામેન્ટ જીતી પ્રસિધ્ધિ હાંસલ કરી હતી. તે નવ વર્ષ બાદ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. 2008માં એસએસપી ચૌરસિયા ચેમ્પિયન બન્યો હતો. શુભંકરે પ્રોફેશનલ ગોલ્ફર બન્યા બાદ પ્રથમ ઇન્ટરનેશનલ ટાઇટલ જીત્યું છે. સાથે તે આગામી વર્ષે બ્રિટિશ ઓપન માટે ક્વોલિફાય થયો છે. બ્રિટિશ ઓપન તેની પ્રથમ મેજર ટૂર્નામેન્ટ રહેશે. તેણે ત્રણ શોટના અંતરથી વિજય હાંસલ કર્યો હતો.
