ઠાકા : બાંગ્લાદેશની રાજધાની ઠાકામાં 24 થી 30 નવેમ્બર દરમ્યાન રમાય રહેલી એશિયન આર્ચરી ચૈમ્પિયનશિપમાં ભારતે 3 ગોલ્ડ મેડલ સહીત 9 મેડલ પોતાના નામે કરી લીધા છે. ચૈમ્પિયનશિપના કેડેટ રિકર્વમાં ગોલ્ડ મેડલ જીતનારા આકાશે અને રિકર્વ કેડેટમાં કાસ્ય પદક જીતનારી હિમાનીએ આર્જેન્ટિનામાં 2018માં યોજાનારા યુથ ઓલિમ્પિક્સમાં પોતની જગ્યા નક્કિ કરી લીધી છે. હરિયાણાની 15 વર્ષીય હિમાની કુમારે મંગોલિયાની બાયાસ્ગાલન બદામજુઆનીને રિકર્વ કેડેટ સ્પર્ધામાં 7-1 થી હરાવીને કાસ્ય પદક પોતાના નામે કર્યું હતું.
