દિલ્લી : વિમેન્સ યૂથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના વધુ ત્રણ મેડલ્સ નિશ્ચિત થઇ ગયા છે. બુધવારે ભારતની જ્યોતિ ગુલિયા (51 કિલો), શશિ ચોપરા (57 કિલો) તથા અંકુશિતા બોરોએ (64 કિલો) પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. નેહા યાદવ (81 કિલો કરતાં વધારે) તથા અનુપમા (81 કિલો) અગાઉ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. નિહારિકા ગોનેલા 75 કિલોગ્રામની બાઉટમાં ઇંગ્લેન્ડની બોક્સર સામે હારી ગઇ હતી. ટૂર્નામેન્ટમાં ભારતના પાંચ મેડલ્સ નિશ્ચિત થઇ ચૂક્યા છે.
