વિશ્વ આખાની સાબુદાણા, ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચના ઉત્પાદન માટે જરૂરી કસાવા કહો કે યુકા, સાબુદાણા અને મનિઓકાની જરૂરીયાત પાંચ રાષ્ટ્રો પૂરી કરે છે. જેમાં નાઇઝીરીયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, બ્રાઝીલ, અને કોંગો સમાવેશ થાય છે. પરંતુ આ વરસે થાઇલેન્ડની સ્થિતિઓ થોડી નબળી પડી છે, કારણકે તેની મોટા ભાગની નિકાસ ચીન થતી હતી અને ત્યાં માગ ઘટી છે. તે સંજોગોમાં જો ભારતમાં આયાત કર ઘટાડવામાં ન આવે તો થાઇલેન્ડના ખેડૂતોએ ભારે નૂકશાન સહન કરવું પડશે અને શક્ય છે કે જે રીતે છેલ્લા થોડા વરસોથી ખેડૂતો કસાવાનું ઉત્પાદન છોડી શેરડીની ખેતી તરફ વળ્યાં છે, તેમાં વધારો થઇ શકે છે. વિશ્વમાં કસાવાનું જે ઉત્પાદન થાય છે, તેમાંથી મોટા ભાગના પ્રોસેસ કરી તેમાંથી ટોક્સીનની માત્રા ઘટાડી ખોરાક માં વપરાય છે. તેને પ્રોસેસ કરવાથી તેની આયુષ્ય લંબાય છે. તથા તેનું વજન ઘટવાથી તેની કિંમતમા વધારો થાય છે. બાકીનું ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ અને ખાદ્ય લોટ તરીકે વપરાય છે. ખૂબ નાની અથવો તો કહી શકાય કે નગણ્ય માત્રમાં તે મૂળ સ્વરૂપ એટલે કંદમૂળના રૂપમાં વેચાય છે. કસાવાના અનેક ઉપયોગ છે જેમ કે તેમાંથી સ્ટાર્ચ બને છે, તે ઉપરાંત ઇથેનોલ, પેપર, કાર્ડબોર્ડ, ગુંદર, તથા ટેક્સટાઇલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને એડહેસિવમાં તેનો વપરાશ થાય છે. વિશ્વમાં કસાવાનું જે ઉત્પાદન થાય છે તેમાં થી 50 ટકા ઉત્પાદન ખોરાક તરીકે થાય છે, બાકીનું ઉત્પાદન અન્ય ઇન્ડસ્ટ્રી ના કાચા માલ તરીકે વપરાય છે. વિશ્વના કસાવા, સાબુદાણા કે યુકાના વૈશ્વિક ઉત્પાદનમા નાઇઝીરીય પ્રથમ સ્થાને છે અને વૈશ્વિક ઉત્પાદનનો 20 ટકા હિસ્સો માત્ર નાઇઝીરીયમાં પાકે છે. જ્યારે વૈશ્વિક વેપારમાં થાઇલેન્ડનો હિસ્સો 80 ટકા જેટલો છે. દુનિયાની 80 ટકા જરૂરીયાત પૂરી કરતાં થાઇલેન્ડે ભારત પર નિકાસ માટે કેમ નજર કરવી પડી તેના કારણો જોઇએ તો થાઇલેન્ડમાંથી કસાવા ચીપ્સની નિકાસ એપ્રીલ 2018ના ઘટીને 4,90, 392 ટન થઇ હતી, જે એપ્રીલ 2017ની 5,32,462 ટન કરતાં લગભગ 42,000 ટન જેટલી નીચી છે. જાન્યુઆરી થી એપ્રીલ 2018 સમયગાળાની નિકાસ છેલ્લા પાંચ વર્ષની સૌથી નીચી એટલે કે 2.159 મિલિયન ટન હતી જે 2017ના આ જ સમયગાળા થયેલી 2. 406 મિલિયન ટન કરતાં નીચી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.