નવી દિલ્હીઃ એક, બે, પાંચ અને 10 રૂપિયાના સિક્કા ચલણમાં નથી રહ્યા અંગેની કેટલીક વાતો વહેતી થઈ રહી છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ કેટલીક મહત્વની જાણકારી આપી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે પોતાની વાર્ષિક રિપોર્ટ જારી કરી. આ રિપોર્ટમાં રિઝર્વ બેંકે જણાવ્યું કે હજુ પ્રચલનઆ કઈ નોટ અને કેટલા સિક્કા છે. રિઝર્વ બેંકે પણ જણાવ્યું કે હજુ કેટલા રૂપિયાની નોટ અને સિક્કા જારી કરવામાં આવે છે. રિઝર્વ બેન્કની રિપોર્ટથી સ્પષ્ટ થઇ ગયું છે કે 2 હજારની નોટો પર પ્રતિબંધ નહિ લાગે. આ અંગે અફવાઓ ઉડી રહી હતી કે રિઝર્વ બેંકે 2 હજારની નોટો પર રોક લગાવી દીધી છે.
રિપોર્ટ મુજબ રિઝર્વ બેંકે 2, 5, 10, 20, 50, 100, 200, 500 અને 200 રૂપિયાની નોટ જારી કરે છે. રિઝર્વ બેંકે એ પણ જણાવ્યું કે કયા-કયા સિક્કા ચલણમાં છે. સામાન્ય રીતે બજારમાં આપડે જોઈએ છે કે દુકાનદાર એક રૂપિયાનો સિક્કો લેવાથી ઇન્કાર કરી દે છે. 50 પૈસાની દૂરની વાત.
રિઝર્વ બેંકે આ અંગે જાણકારી આપી છે. રિઝર્વ બેન્ક મુજબ, હાજુ બજારમાં 50 પૈસા, 1 રૂપિયો, 2, 5, 10 અને 20 રૂપિયાના સિક્કા ચલણમાં છે. રિઝર્વ બેન્ક તરફથી એમને જારી કરવામાં આવે છે. એમાંથી કોઈ પણ સિક્કાનું ચલણ બહાર નહિ કરવામાં આવે.
માર્કેટમાં કેટલી નોટો છે તેમાં કઈ નોટોની કેટલી માત્રા છે તે અંગે રિઝર્વ બેંકે જણાવ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ, 500 અને 2,000 ની નોટ 85.7 ટકા ચલણમાં છે. એટલે કે દેશમાં જેટલઈ નોટ ચલણમાં છે, તેમાં 500 અને 2,000ની 85.7% નોટો છે. 31 માર્ચ, 2020 ના રોજ આ જથ્થો 83.4 ટકા હતો. રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. વોલ્યુમની દ્રષ્ટિએ, 500 ની નોટોનો હિસ્સો સૌથી વધુ છે અને તે લગભગ 31.1% ની આસપાસ છે. તે પછી 10 રૂપિયાની નોટ આવે છે, જેનું વોલ્યુમ 23.6 ટકા છે. નોટોનો આ જથ્થો 31 માર્ચ, 2021ના ચલણ મુજબ નોંધવામાં આવ્યો છે.
પ્રિન્ટિંગ પર કેટલો ખર્ચ થયો
અહેવાલમાં જણાવાયું છે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે નોટોનું આગમન 7.7% ઘટ્યું છે. ગયા વર્ષથી આ વર્ષે નોટની સપ્લાયમાં 0.3% નો ઘટાડો થયો છે. 1 જુલાઇ, 2020 થી 31 માર્ચ, 2021 સુધી સિક્યોરિટી પ્રિન્ટિંગ પાછળ કુલ 4,012.1 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે, જુલાઈ 2019 થી જૂન 2020 સુધી 4,377.8 કરોડ રૂપિયા સિક્યુરિટી પ્રિન્ટિંગ પાછળ ખર્ચવામાં આવ્યા હતા. બનાવટી નોટો અંગે રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે કુલ નકલી નોટોમાંથી 9.9 ટકા રિઝર્વ બેંકમાં મળી આવ્યા હતા જ્યારે 96.1 ટકા અન્ય બેંકોમાં મળી આવી હતી. 2020-21 દરમિયાન, કુલ 2,08,625 નકલી નોટો પકડી હતી. આ સંખ્યા 2019-20માં 2,96,695 અને 2018-19માં 3,17,384 હતી.
સ્ટેટ બેન્ક પાસે કરન્સી ચેસ્ટ
ચલણી નોટો અને સિક્કા જારી કરવાનું કામ રિઝર્વ બેંક કરે છે. તેનું સંચાલન આરબીઆઈ દ્વારાકરવામાં આવે છે. આ કાર્યમાં ઇસુ ઓફિસ, ચલણ ચેસ્ટ અને નાના સિક્કાની થાપણો મોટી ભૂમિકા ભજવે છે જે દેશભરમાં ફેલાયેલી છે. 31 માર્ચ 2021 સુધીમાં, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે દેશમાં ચલણ ચેસ્ટ નેટવર્કનો 55% હિસ્સો હતો, જે તમામ બેંકોમાં વધુ છે. વિકૃત નોટો અંગે રિઝર્વ બેંકે કહ્યું છે કે ગયા વર્ષે કોરોના રોગચાળાને કારણે આ કામ અવરોધિત થયું હતું, પરંતુ હવે તેની મરામત કરવામાં આવી છે.