બજારમાં સપ્તાહનો પ્રારંભ પોઝિટિવ રહ્યો હતો. નિફ્ટી 10,000ના આંકને ફરી હાંસલ કરવામાં સફળ થયો છે. બજાર ટૂંકા ગાળા માટે ઓવરસોલ્ડ હતું અને તેથી શોર્ટ કવરિંગ થયું હતું. બજાર તેજીના ઝોનમાં આવે તે માટે નિફ્ટી 10,220થી ઊંચે જાય તે જરૂરી છે. ચીન અને અમેરિકા વચ્ચે મંત્રણાના ન્યૂઝથી ટ્રેડર્સે તેમની મંદીની પોઝિશન કવર કરી હતી.
અમે માનીએ છીએ કે રોકાણકારોએ બજારના હાલના કરેક્શનથી ચિંતિત થવું જોઈએ નહીં અને આપણે તમામ માનીએ છે કે 2018માં 2017 જેવું વળતર મળશે નહીં. આ વર્ષે બેતરફી ટ્રેડિંગ અને કોન્સોલિડેશન રહેવાની ધારણા છે. અમે માનીએ છીએ કે 2018માં વળતરમાં ધારણા નીચી રહેશે. ભારત છેલ્લાં બે વર્ષમાં હતું તેટલું આકર્ષક બજાર રહ્યું નથી.
આપણા બજારને એફઆઇઆઇ પસંદ કરી રહ્યા હતા, પરંતુ આર્થિક ફંડામેન્ટલ કથળતાં એફઆઇઆઇનું ભંડોળ મેળવવાનું મુશ્કેલ બની રહ્યું છે. ફુગાવામાં વધારો થઈ રહ્યો છે અને ચાલુ ખાતાની ખાધ મોટી થઈ છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ વ્યાજદરમાં વધારાના સંકેત આપી રહી છે. તેનાથી બજારમાં દબાણ વધ્યું છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીને કારણે પણ ભારતના બજારને અસર થઈ રહી છે. છેલ્લાં બે વર્ષમાં એફઆઇઆઇ બજારમાં ચોખ્ખા વેચવાલ રહ્યા છે, કારણ કે અમેરિકા અને બીજા વિકસિત દેશોના અર્થતંત્રમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
ગયા સપ્તાહે શુક્રવારે નિફ્ટીમાં આશરે 9,950ના સ્તરે સપોર્ટ મળ્યો હતો. જો નિફ્ટી ફરી 10,000થી નીચે જશે તો આગામી સપોર્ટ આશરે 9,750ની સપાટીએ આવે છે. જોકે ઓપ્શન ડેટામાંથી સંકેત મળે છે કે બજાર 10,000થી નીચા સ્તરે રહેશે નહીં, કારણ કે પુટ રાઇટર્સે 10,000ના સ્ટ્રાઇક પ્રાઇસની પોઝિશન સુલટાવી નથી. બજારમાં અવરોધ 10,175ની 200 દિવસની મૂવિંગ અવરેજે હતો.