રિઝર્વ બેન્ક દ્વારા મોનેટરી પોલિસીમાં નીતિગત વ્યાજદર વધારવાના પગલે આઇસીઆઇસીઆઇ બેન્કે પણ પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદર વધાર્યા છે. આ વ્યાજદર વધારો ૧૪ ઓગસ્ટથી અમલી બની ગયો છે. એફડી પર વધેલા વ્યાજદરનો લાભ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરીકો બંનેને મળશે. આ અગાઉ એસબીઆઇ અને એચડીએફસી બેન્કે પણ એફડી પરના વ્યાજદર વધાર્યા હતા. આઇસીઆઇસીઆઇ બેન્કની રૂ. એક કરોડથી ઓછી રકમની ૧૮૫ દિવસથી ૨૮૯ દિવસની એફડી પર હવે ૬.૨૫ ટકાના બદલે ૬.૫૦ ટકા વ્યાજ મળશે. ૨૯૦ દિવસથી લઇને એક વર્ષ કરતા ઓછી સમયાવધિ ધરાવતી એફડી પર વ્યાજદર ૬.૫૦ ટકાથી વધીને ૬.૭૫ ટકા મળશે, જ્યારે એક વર્ષથી ૩૮૯ દિવસની એફડી પર ૬.૬૦ ટકા વ્યાજ હતું તે હવે વધીને ૬.૭૫ ટકા થઇ ગયું છે, જ્યારે પાંચ વર્ષની ટેક્સ સેવિંગ એફડી પર વ્યાજદર સાત ટકા હતો તે વધીને હવે ૭.૨૫ ટકા થઇ ગયો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.