નવી દિલ્હી : હોકી ઇન્ડિયા દ્વારા 45 વર્ષના માજી ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્રેહામ રીડને ભારતીય પુરૂષ ટીમના કોચ પદે નિમ્યા છે. રીડ ટૂંકમાં જ બેંગલુરૂમાં ચાલી રહેલા નેશનલ કેમ્પમાં ટીમ સાથે જાડાઇ જશે. રીડ પોતાના સમયના ઉમદા મિડ ફિલ્ડર અને ડિફેન્ડર રહી ચુક્યા છે. તેઓ ઓડિશામાં રમાનારી વર્લ્ડ સિરીઝ ફાઇનલ પહેલા ટીમ સાથે જાડાઇ જશે. હોકી ઇન્ડિયાઍ સોમવારે ઍક પ્રેસિ રિલીઝમાં આ નિમણૂંક અંગે માહિતી આપી હતી.
રીડ 1992ના બાર્સિલોના ઓલમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ હતા. તેની સાથે જ તેઓ 1984, 1985 અને 1990માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો પણ હિસ્સો હતા. 130 ઇન્ટરનેશનલ મેચ રમનારા ગ્રેહામ રીડ 2009થી કોચિંગ ક્ષેત્રે જાડાયા હતા, તે સમયે તેમણે ઓસ્ટ્રેલિયન ટીમના આસીસ્ટન્ટ કોચ તરીકેની કામગીરી શરૂ કરી હતી. હોકી ઇન્ડિયાના પ્રેસિડન્ટ મહંમદ મુશ્તાક અહમદે કહ્યુ હતું કે ઍક ખેલાડી તરીકે ગ્રેહામની કેરિયર સફળ રહી છે. તેની સાથે જ કોચિંગનો તેમનો અનુભવ પણ સારો રહ્યો છે. તેઓ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ જેવી ટીમ સાથે કામ કરી ચુક્યા છે.
ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ બનવું ગૌરવ અને સન્માનની વાત : ગ્રેહામ રીડ
નવી દિલ્હી : ભારતીય હોકી ટીમના કોચ બનેલા અોસ્ટ્રેલિયન ગ્રેહામ રીડે કહ્યું હતું કે ભારતીય હોકી ટીમના મુખ્ય કોચ બનવું મારા માટે ગૌરવ અને સન્માનની વાત છે. આ રમતમાં કોઇ ટીમના ઇતિહાસની સરખામણી ભારત સાથે કરી શકાય તેમ નથી. વિરોધી ટીમના કોચ તરીકે હું ભારતીય હોકીનો આનંદ માણી ચુક્યો છુ. ભારતીય ટીમ ધીરે ધીરે વિશ્વની ખતરનાક ટીમમાં સામેલ થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે મને ભારતીય ટીમની ઝડપી અને આક્રમક હોકી ગમે છે. તે અોસ્ટ્રેલિયન અંદાજની ખુબ નજીક છે. તેમણે કહ્યું હતું કે મારી ઇચ્છા મારા માટે અને ખેલાડીઅો માટે ઍક સ્થિર વાતાવરણ ઊભું કરવાની છે.