નવી દિલ્હીઃ દેશમાં આ સમયે કોરોનાના ખૂબ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક ભાગમાં સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આ સમય દેશની સૌથી મોટી ટુ વ્હિલર બનાવતી કંપની હીરો મોટોકોપે 1 મે સુધીમાં પોતાના તમામ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
હીરો મોટોકોપે જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની વચ્ચે કંપનીની તમામ ફેક્ટરીઓ, મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને તબક્કાવાર રીતે બંધ રાખવામાં આવશે. કંપનીએ આ ટેમ્પરરી શર્ટડાઉનમાં કંપનીના ગ્લોબલ પાર્ટ સેન્ટર પણ બંધ રહેશે.
સ્ટોક એક્સચેન્જને જાણકારી આપતા હીરો મોટોકોપે જણાવ્યું કે શટડાઉનના આ સમયનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરુરી મેન્ટેન્સ માટે કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે 22 એપ્રિલથી 1 મેની વચ્ચે તમામ પ્લાન્ટ અને જીપીસી તબક્કાવાર રીતે 4 દિવસમાં બંધ રહેશે.
હીરો મોટોકોપે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણાના ગુરુગ્રામ અને ઘારુહેરામાં છે. સાથે આંધ્ર પ્રદેશના ચિત્તૂર, ઉત્તરાખંડના હરિદ્વાર, રાજસ્થાનના નીમરાના અને ગુજરાતના હાલોલમાં છે. આ ફેક્ટરીઓમાં 80 હજારથી વધારે કર્મચારીઓ કામ કરે છે.