દેશભરના વડીલો મોંઘા હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમીયમથી પરેશાન છે. વિમા કંપનીઓ સિટીઝન કેટેગરીના લોકો પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સનું તગડુ પ્રિમીયમ વસુલ કરી રહી છે. કોલકતામાં રહેતા સુબીતો બેનરજી અને તેમની પત્ની જીવનના 70માં દાયકામાં છે. તેમનું હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમીયમ 32000 થી 63000 રૂ. થઇ ચુક્યુ છે. આ રકમ જૂના પ્રિમીયમથી લગભગ બમણી છે. આજ પ્રકારે ચેન્નઇમાં રહેતા 68 વર્ષના અન્નાતાઇ ગોપી કૃષ્ણને પણ પ્રિમીયમ સ્વરૂપમાં 58000 રૂ. ચુકવવાના છે. અગાઉ તેઓ 29000 રૂ. ચુકવતા હતા.
અત્યારે 5 લાખ રૂ. ના એક સાધારણ હેલ્થ વિમા માટે 65 વર્ષના કોઇ પણ દંપતિએ સરેરાશ 84000રૂ. પ્રિમિયમ ચુકવવુ પડે છે. 5 વર્ષ પહેલા આ વિમા માટે ફક્ત 54000 રૂ. ચુકવવા પડતા હતા. પેન્સન પર જીવતા મોટા ભાગના વૃધ્ધો માટે આ રકમ ઘણી વધારે છે. આ વડીલો માટે ઉંમરના આ પડાવ ઉપર વિમા કંપની બદલવાનું પણ સરળ નથી.