ચૂંટણી પંચના કમિશ્નર એ કે જ્યોતિએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત મતદાન હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા થઇ જાય. જેથી કરીને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો ગુજરાતના ચૂંટણીના પરિણામો પર કોઇ અસર ના થાય.
ગુજરાતાં પૂર બાદ પુનર્વસનનું મોટા ભાગનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેથી કરીને જે સ્ટાફ પુનવર્સનમાં વ્યસ્ત હતો તે હવે ચૂંટણી લક્ષી કાર્યોમાં મદદરૂપ થશે.
કુલ 26443 રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂંટણીની જવાબદારીઓ સોંપવામાં આવશે.
દિલ્હી ખાતે ચૂંટણી પંચના કમિશ્નર એ કે જ્યોતિએઆ તમામ જાણકારી આપવાની સાથે જ જણાવ્યું કે હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં હિમવર્ષો શરૂ થાય તે પહેલા મતદાન કરવાની પણ માંગ ઉઠી છે
હિમાચલ પ્રદેશમાં 9મી નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને 18 ડિસેમ્બરના રોજ તેના પરિણામોની મતગણતરી શરૂ કરવામાં આવશે.