Gujarat Police Recruitment : ગુજરાતમાં ખાખી માટે યુવાનોની ધમાકેદાર દોડ: 12472 જગ્યાઓ માટે 16 લાખ અરજીઓ
Gujarat Police Recruitment 12,472 જગ્યાઓ માટે 16 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ
Gujarat Police Recruitment PSI માટે 21 થી 35 વર્ષની વયમર્યાદા અને ગ્રેજ્યુએશન જરૂરી છે, જ્યારે લોકરક્ષક અને કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષની વયમર્યાદા અને 12મુ પાસ હોવું જરૂરી
અમદાવાદ, મંગળવાર
Gujarat Police Recruitment : ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયા શરૂ થવા આવી છે, જેમાં 12,472 જગ્યાઓ માટે 16 લાખથી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે. આ ભરતી માટે 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025 સુધી શારીરિક કસોટી યોજાશે, જેમાં 15 અલગ-અલગ સ્થળો પર દોડ અને અન્ય પરીક્ષાઓ લેવામાં આવશે. Gujarat Police Recruitment
ભરતી માટે PSI, લોકરક્ષક, બિન હથિયારધારી અને હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, તેમજ જેલ સિપાહી તરીકેની જગ્યાઓની ભરતી કરવામાં આવી રહી છે. 4 એપ્રિલથી 30 એપ્રિલ 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી, અને હવે 16 લાખ ઉમેદવારો માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. Gujarat Police Recruitment
શારીરિક કસોટી માટે જે સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, તે છે—પુરૂષ ઉમેદવારો માટે અમદાવાદ, ભરુચ, જૂનાગઢ, મહેસાણા, ગોધરા, ગોંડલ, કામરેજ, વડોદરા, રાજકોટ, અને હિંમતનગર; જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરામાં કસોટી લેવામાં આવશે.
આ પદ્ધતિઓમાં પુરૂષોએ 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂરી કકરવાની રહેશે. મહિલા ઉમેદવારોને 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની છે, અને ભૂતપૂર્વ સૈનિકોને 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવી પડશે.
જ્યાં સુધી શૈક્ષણિક લાયકાતની વાત છે, PSI માટે 21 થી 35 વર્ષની વયમર્યાદા અને ગ્રેજ્યુએશન જરૂરી છે, જ્યારે લોકરક્ષક અને કોન્સ્ટેબલ માટે 18 થી 33 વર્ષની વયમર્યાદા અને 12મુ પાસ હોવું જરૂરી છે.