ગુજરાતમાં આજે લોક રક્ષકોની ભરતી હતી અને આ સમયે પેપર લીક થઈ જવાની ઘટના ગુજરાત સરકાર માટે ખુબ શરમજનક ઘટના છે. આ ઘટનાને અંગે યુવાનો સહિત ઘણા નેતાઓએ પોતાનો આક્રશ વ્યક્ત કર્યો છે.
પેપર લીકની ઘટના અંગે જીજ્ઞેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં એક મોટા ઘાલમેલ અને કૌભાંડના કારણે પેપર લીક થઈ ગયું. આ પેપર લીક થવાના કારણે 6700 જેટલા ભરતીની એક્ઝામ આપવા આવેલા 9 લાખ જેટલા ગુજરાતના બેરોજગાર યુવાનો અટવાઈ ગયા હતા. રાજ્યની વિજય રૂપાણી સરકાર માટે આ ખુબ શરમનો વિષય છે. એક બાજુ રાજ્યમાં ભયંકર બેરોજગારી છે અને બીજી બાજુ રૂપાણી સરકાર 2 કરોડ રોજગારીના વચનમાં તમે કંઈ કરી શક્યા નહી. બેરોજગારોને અપેક્ષા હતી, આશા હતી, નોકરી મળશે, એક્ઝામ આવશે, ભવિષ્યના સપના હતા આ બધુ રોળાઈ ગયું છે. આ સમયે પેપર લીક રાજ્ય સરકાર માટે ખુબ શરમનો વિષય છે. જીજ્ઞેશ મેવાણીએ અપિલ કરી હતી કે આ સમગ્ર કૌભાંડને ગંભીરતાથી લઈને ભાજપના કયા નેતાઓએ આમાં પૈસા ખાધા છે તેની પુરી તપાસ થવી જોઈએ અને તાબડતોબ ભરતીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આ સાથે તમામ કૌભાંડનું ઈનવેસ્ટીગેશન થવું જોઈએ.