મેહુલ ભટ્ટ દ્વારા
ગત ગુજરાત વિધાનસભાની ચુંટણીની તારીખોની જાહેરાત ૩જી ઓક્ટોબરે કરવામાં આવી હતી જયારે આ વખતે જાહેરાત મોદી કરવામાં આવતા શાસક પક્ષને તેનો ફાયદો છેક છેલ્લી ઘડી સુધી લોકાર્પણો અને નવી નવી જાહેરાતો કરવા માટે મળ્યો છે. ૯મી અને ૧૪મી ડિસેમ્બરે બે તબક્કામાં ચુંટણી યોજાયા બાદ પરિણામો ૧૮મી ડિસેમ્બરે જાહેર થશે. ત્યારે પૂરબહારમાં કમુરતા ચાલતા હશે.
પરિણામ બાદ ત્રણેક દિવસમાં પરીસ્થિતિ થાળે પડ્યા બાદ જે પક્ષ બહુમતીનો દાવો કરીને સરકાર રચવા માટે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરશે તે ૨૭ દિવસ સુધી રાહ જોવાની ક્ષમતા સ્વાભાવિક રીતે જ નહિ ધરાવતો હોય. કારણ કે, ચુંટણીના બે મહિના પૂર્વે જ ભાજપ દ્વારા પક્ષ પલટુ ધારાસભ્યોને જે રીતે ભાજપમાં લઇ જવામાં આવ્યા છે તેવી સ્થિતિ અન્ય રીતે પણ સર્જાઈ શકે છે, તેથી ગુજરાતના નવા નાથને પણ બરાબર કમુરતામાં જ શિર ઉપર તાજ ગ્રહણ કરવાનો વારો આવશે.
સામાન્ય રીતે હિંદુ ધર્મમાં પ્રબળ માન્યતા પ્રવર્તે છે કે ખાસ કરીને કમુરતામાં અને શ્રાદ્ધના દિવસોમાં કોઈ સારા કામો કરવામાં આવતા નથી તેમ છતાં જો નાછૂટકે સારું કાર્ય હાથ ધરવામાં આવે તો તેનું પરિણામ સારું આવતું નથી અને વારંવાર વિધ્નોનો સામનો કરવો પડે છે. હવે જોવાનું એ રહે છે કે ક્યાં પક્ષના હાથમાં રાજ આવે છે તેઓ પોતાના ક્યાં ધારાસભ્યને ગુજરાતનો નાથ બનાવવા માટેનો કળશ ઢો ને છે? કારણ કે એકવાર હાથમાં આવેલી સત્તાને માત્ર આવા કારણોસર દુર જવા માટે કોઈ તૈયાર થતું ના હોય ત્યારે કોઈ રાજકારણી તો સ્વાભાવિક જ આવું જોખમ ઉઠાવવા તૈયાર ના જ થાય તે સમજી શકાય તેવી બાબત છે.