જીએસટી પરિષદની શરૂ થયેલી બેઠકમાં ૩૦થી ૪૦ વસ્તુઓ પર જીએસટી ઘટવાની શકયતા છે. જો કે કુદરતી ગેસ અને વિમાનોના બળતણને જીએસટી લેવાનો નિર્ણય કદાચ નહીં લેવાય. જીએસટી પરિષદની ૨૮મી બેઠક નાણામંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં શરૂ થઈ છે. સૂત્રો અનુસાર સિમેન્ટ, પેઈન્ટ અને સેનીટરી નેપકીન પર જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને ૫ ટકા અથવા ઝીરો ટકા થઈ શકે છે. પથ્થરમાંથી બનેલ દેવી દેવતાની મૂર્તિ પર લાગતો ૨૮ ટકા ટેક્ષ ઘટી શકે છે. ઈલેકટ્રીક વાહનોની લીથીયમ આયન બેટરી પર લાગતો ૨૮ ટકા જીએસટી ૧૮ ટકા અને વોટર કુલર આઈસ્ક્રીમ બનાવવાના સાધનો પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા થવાની શકયતા છે. સિનેમા ટીકીટો પર હાલમા બે સ્લેબમાં જીએસટી લાગે છે. તેમા ઘટાડો થઈ શકે છે. હસ્ત ઉદ્યોગ સાથે જોડાયેલી વસ્તુઓમાં છુટછાટ મળવાની શકયતા છે. જીએસટી સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવુ છે કે ટેક્ષનો વ્યાપ અને વસુલાત વધવાને લીધે આ વસ્તુઓ પર ટેક્ષ ઘટાડવાથી સરકારી આવકમાં બહુ ઘટ નહીં આવે. જીએસટીમાં હાલમાં ૦૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા એમ ચાર પ્રકારના સ્લેબ છે.સૂત્રોનું કહેવુ છે કે બેઠકમાં સૌથી મહત્વની ચર્ચા ૬ મંત્રીઓના સમૂહ અને કમીટીની રીપોર્ટો પર થશે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીના નેતૃત્વવાળા મંત્રી સમુહે ડીઝીટલ લેવડ-દેવડ પર છુટ આપવાના પ્રસ્તાવને એક વર્ષ સુધી ટાળવાની ભલામણ પહેલા જ કરી દીધી છે. જ્યારે શેરડીના ખેડૂતોના લાભ માટે ૧ ટકો સુગર સેસ લગાડવા માટે સંમતિ બનવાની શકયતા ઓછી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.