Good News – દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. નરેન્દ્ર મોદી કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 4% વધારા (Central Employees DA Hike)ને મંજૂરી આપી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો છે. આને કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ માનવામાં આવી રહી છે.વધારા ભથ્થા બાદ કર્મચારીઓનું DA 42 થી વધીને 46 ટકા થઈ ગયું છે. પહેલાથી જ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થવાની આશા હતી, પરંતુ હવે મોદી કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે.કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
