ફિફા અંડર 17 વર્લ્ડ કપમાં ચાર મેચો રમાઇ હતી. જેમાં પહેલી મેચ ઇંગ્લેન્ડ અને મેક્સિકો વચ્ચે રમાઇ હતી. જ્યારે બીજી મેચ ફ્રાંસ અને જાપાન વચ્ચે રમાઇ હતી. જેમાં પહેલી મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા મેક્સિકોને 3-2 થી માત આપી હતી. તો બીજી તરફ ગુવાહાટીમાં ફ્રાંસે પણ શાનદાર પ્રદર્શન કરતા જાપાનને 2-1 થી હાર આપી હતી.
ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા મેક્સિકોને માત આપી પહેલી મેચમાં ઇંગ્લેન્ડ અને મેક્સિકો વચ્ચેની મેચ ઘણી રોમાંચક રહી હતી. જેમાં ઇંગ્લેન્ડ શાનદાર પ્રદર્શન કરતા 3-2 થી મેક્સિકોને હાર આપી હતી. બન્ને ટીમોએ સારી શરૂઆત કરી હતી. પરંતુ મેચમાં 37મીમીનીટે ઇંગ્લેન્ડે રાયન બ્રાવસ્ટરે પહેલો ગોલ કરીને ટીમે સારી શરૂઆત કરાવી હતી. તો ત્યાર બાદ 45 મી મીનીટે ઇંગ્લેન્ડના તીમુથે ઇયોમાને પહેલો યોલો કાર્ડ મળ્યું હતું. બીજો હાફ શરૂ થયા બાદ 48મી મીનીટે ઇંગ્લેન્ડ તરફથી ફિલિપફોડને ગોલ કરીને ટીમનો સ્કોર 2-0 સુધી પહોચાડી દીધો હતો. 63મી મીનીટે મેક્સિકોના રાઉલ સંનડોવલને યેલો કાર્ડ મળ્યું હતું પરંતુ 65મી મીનીટે ડિએગો લેનિજને મેક્સિકોને પહેલો ગોલ કરવામાં સફળ રહ્યો હતો. તો 73 મીનીટે મેક્સિકો વધુ એક ગોલ કર્યો હતો. પણ ઇંગ્લેન્ડની ટીમે 3-2 થી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ફ્રાંસે 2-1 થી જાપાનને પછાડ્યું
બીજી મેચમાં ફ્રાંસ અને જાપાનની મેચ ઘણી રોમાંચક રહી હતી. મેચ શરૂ થવાના 13 મીનીટમાં ફ્રાંસે પહેલો ગોલ કર્યો હતો. પહેલા હાફ પહેલા ફ્રાંસની ટીમના ખેલાડી મૈક્સેનને યેલ્લો કાર્ડ મળ્યું હતું. જ્યારે બીજા હાફની 47મી મીનીટે જાપાનના ખેલાડી યુકીને પણ યેલ્લો કાર્ડ મળ્યું હતું. તો બીજી તરફ 61મી મીનીટે અન્ય એક ખેલાડી કીડાને યેલ્લો કાર્ડ મળ્યું હતું. પણ ફ્રાંસે પોતાની આક્રમક રમત ચાલુ રાખી હતી અને મેચની 71મી મીનીટે અમીને ગોલ કરી સ્કોર 2-0 સુધી પહોચાડ્યો હતો. જોકે જાપાને પણ વળતો પ્રહાર કર્યો અને 73મી મીનીટે તેસીએ ટીમનો પહેલો ગોલ કર્યો હતો. જોકે મેચ પુરી થતા ફ્રાંસેમેચ 2-1 થી જીત મેળવી લીધી હતી.