સ્પેનના સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ અને સ્વિત્ઝરલેન્ડના રોજર ફેડરરે શંધાઇ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. રોજર ફેડરરે સેમી ફાઇનલમાં આર્જેંટીનાના ખેલાડી જુઆન ટેલ પોત્રોને 3-6, 6-3 અને 6-3 થી હાર આપી ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી હતી. ટુર્નામેન્ટની ફાઇનલમાં રોજર ફેડરરને સામનો સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ સામે થશે.
ત્યા અન્ય એક સેમી ફાઇનલ મેચમાં રફેલ નડાલે ક્રોએશીયાના મારીન સિલિકને 7-5 અને 7-6(7-3) થી હાર આપી હતી અને ફાઇનલમાં પ્રવાશ મેળવી લીધો હતો. આમ હવે બન્ને ખેલાડીઓ વચ્ચેની ફાઇનલ મેચ ઘણી રોમાંચક બની રહેશે. તો સ્ટાર રફેલ નડાલ માટે આ ફાઇનલ મેચ ઘણી મહત્વની ગણવામાં આવે છે. કારણ કે રફેલ નડાલે અત્યાર સુધી શંઘાઇ માસ્ટર્સનો ખિતાબ ક્યારેય જીત્યો નથી.