Fake Seeds: ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણોમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અસલી અને નકલી બિયાણનો ગુજરાતમાં ધંધો રૂ.5 હજાર કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. પ્રત્યેર ખેડૂત સરેરાશ રૂ. 10 હજારના બિયારણનો ઉપયોગ કરે છે. જેમાં નકલી બિયાણ આવે ત્યારે તેને રૂ. 3 લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. બીટી કોટન બિયારણે વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતને જેટલો ફાયદો કરાવ્યો હતો તેનાથી વધારે નુકસાન ગુજરાતના પોતાના બીટી બિજમાફિયાઓ કરાવી રહ્યાં છે. હવે બીજમાફિયાઓ કૃષિ વિભાગ ચલાવી રહ્યાં છે. તેઓ ધારે તે કરી શકે છે. કૃષિ નિયામક અને કૃષિ પ્રધાન બિજમાફિયાઓના ઈશારે નાચ કરી રહ્યાં છે.
પ્રમાણપત્રો વગરના બીજ
17 લાખ 50 હજાર ક્વિન્ટલ બીજ પેદા થયું તે બીજ યોગ્ય છે એવા પ્રમાણપત્રો સરકારની એજન્સી દ્વારા આપવામાં આવ્યા હતા. જેમાં વિચિત્ર કહી શકાય એવી વાત એ છે કે, આ બીજમાં કપાસનો સમાવેશ કરાતો નથી. ખેડૂતો બિયારણ વાપરે છે તેમાં માંડ 20થી 25 ટકા બિયારણ સર્ટીફાઈડ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના એક કરોડ હેક્ટરના ખેતરોમાં 25 લાખ હેક્ટર જો કપાસ ઉગાડાય છે. તેના એક પણ બિયારણ ગુજરાત બીજ પ્રમાણન એજન્સી દ્વારા તપાસેલા કે પ્રાણિત કરેલાં હોતા નથી. આઈએસઆઈ માર્કાનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ આ એજન્સીનું છે. એજન્સી ખેતર પર જઈને તપાસ કરીને પછી જ તે બિયારણનું પ્રમાણપત્ર આપીને વાદળી રંગની ટેગ લાગાવે છે. ત્યાં સ્ટાફ માંડ 20 છે. અહીં કાયદાકીય કામ કરવાનું છે તે કામ કોન્ટ્રાક્ટના અધિકારીઓ કામ કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકારનું ગેઝેટ
નોટિફાઈડ થઈ હોય એવી જાતો અંગે કેન્દ્ર સરકાર ગેજેટ પ્રસિદ્ધ કરીને ખેડૂતોને બિયારણ ઉગાડવા માટે મંજૂરી આપે છે. એ કામ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે કપાસની જાતોને મંજૂરી આપી નથી. તેથી કંપનીઓ બેફામ બની છે. કપાસની જાતોનું નોટિફિકેશન બહાર પડાતું નથી. માન્યતા આપી નથી છતાં વેચાય છે. ખેતીની મુખ્ય આવક કે ઉત્પાદકતા સારા બિયારણો છે. ખેતીમાં બિયારણની ભૂમિકા 60 ટકા છે. બાકીનો ખાતર, પાણી, હવા, જમીનનો 40 ટકા હિસ્સો સારા ઉત્પાદનમાં છે. બિયારણ સારૂં હોય તો જ સારું ઉત્પાદન મળે છે.
લેબલ સીડ્સ
કપાસમાં જે કંઈ બિયારણો વેચાય છે તે ગુજરાત સરકારની પ્રમાણન એજન્સી દ્વારા પ્રમાણિત કર્યા વગરના વેચાય છે. જેને રીસર્ચ બીજ કે લેબલ સીડ્સ તરીકે ગણીને કંપનીઓ વેચી રહી છે. કંપનીઓ તેનો મોટો ગેરફાયદો ઉઠાવી રહી છે. જે કંપનીએ સંશોધન કરેલું હોય તો તેમાં તેને સર્ટી મેળવવાનું રહેતું નથી. એવો નિયમ છે. તેનો સીધો ફાયદો બોગસ કંપનીઓ ઉઠાવી રહી છે. નવું બિયાણ શોધવું હોય તો ઓછામાં ઓછા 5થી 7 વર્ષ ફિલ્ડ ટ્રાયલ લેવા પડે છે. પછી જ તેને ખેડૂતોને આપવામાં આવે છે. પણ કંપનીઓ આવું કરતી નથી. તેઓ એકના એક બિયાણના નામ બદલીને દર વર્ષે બજારમાં નવું સંશોધીત બિયાણ તરીકે મૂકી રહી છે. આ વર્ષે તો અગ્નિવીર3, બુલેટ3, ટાટા3 બ્રાંડનું બિયારણ આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીઓ આવા બિયાણની ચકાસણી કરતાં નથી.
બિલ કૌભાંડ
કંપનીઓ કે વેપારીઓ ખેડૂતોને જીએસટી સાથેનું પાકુ બિલ આપતાં નથી. બે નંબરી ધંધો કરે છે. જો ખેડૂતો પાકુ બીલ લેવાનો આગ્રહ કરે તો પણ 50 ટકા છેતરપીંડી અટકી શકે છે. સરકારના વેરાની કરોડો રૂપિયાની ચોરી થાય છે.
પૂર્વ નિયામક
ગુજરાતના પૂર્વ ખેતી નિયામક આર એ સેરશિયા કહે છે કે, ખેડૂતોને સારા બિયારણ મેળવવામાં મુશ્કેલી છે. બીજ નિગમ 20 ટકા જ બીજ બનાવે છે. તે 50 ટકા સુધી લઈ જવું પડે. 25 ટકા જ સટ્રીફાઈડ હોય છે બાકીનું છે તે બિયારણ રિસર્ચના નામે કે લેબલ સીડ્સના નામે વેચાય છે. કૃષિ વિશ્વ વિદ્યાલયો સારા બિયારણો શોદીને આપે તો સારું ઉત્પાદન મળી શકે. યુનિવર્સિટીએ સારી બીટી જાત આપી નથી. 4 યુનિવર્સિટી બની તેમાં સારા બિયારણો બનાવ્યા નથી. સરકારના અંકૂશ છે. સર્ટીફિકેશન ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી કામ કરે છે. તે ઓછા સ્ટાફથી ડીમાન્ડ આવે તે કામ કરે છે.
4 યુનિસર્સીટી બનાવી તે બીટી બિયારણ ન બનાવી. ખેડૂતોને સારા બીયારણ મળી શક્યા નથી. નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે સંકર 6 અને 8 સાથે મેળવીને બીટી જાત શોધી પણ તે ચાલી નહીં. તેના કારણે અમાન્ય એવા બોલગાર્ડ, 4જી – 5 જી વેચાય છે. જે દુકાનમાં રાખી ન શકાય છતાં જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દરોડા પાડતાં નથી. એક દુકાનનો વર્ષે રૂ. 12થી 52 હજાર કેટલાંક અધિકારીઓ લઈ રહ્યાં છે.
માફિયાઓને ફુલવા ફાલવા દેવા માટે જવાબદાર
કૃષિ પ્રધાન રાઘવજી પટેલ
કૃષિ વિભાગના અધિક કૃષિ સચિવ એ. કે. રાકેશ, IAS
સંદીપ કુમાર, સચિવ, કૃષિ,ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ.
ખેતી નિયામક એસ. જે. સોલંકી.
આર.એમ.ડામોર, IAS, સંયુકત સચિવ, કૃષિ યુનિવર્સિટી/તપાસ/કુદરતી ખેતી.
સમીર ડી. જોષી, કૃષિ નાયબ સચિવ.
આર. આર. પંડ્યા, કૃષિ ઉપસચિવ.
તમામ જિલ્લા કૃષિ અધિકારીઓ
ટેગ કૌભાંડ
જે નકલી બિયારણો વપરાય છે તેના દરેક પેકેટ પર ચોક્કસ પ્રકારની ઓળખ થાય તે માટે ટેગ લગાવવામાં આવે છે. આ ટેગ હોય એવા નકલી બિયારણો પકડવામાં આવતાં નથી. આવી ટેગ લગાવવા માટે દરેક પેકેટ દીઠ રકમ જે તે કૌભાંડીઓને ચૂકવવામાં આવે છે. જેમાં બિયારણ ઉત્પાદક સંઘના એક હોદ્દેદાર અગાઉ નકલી બિયારણ વેચતા પકડાયા હતા. કરોડો રૂપિયાનું આવું નકલી બિયારણ ખેડૂતોને આપી દેવામાં આવે છે. સરકાર તેને પકડવાનું નાટક કરે છે. જે રીતે ટ્રાફિક પોલીસ શટલ વાહનો માટે સ્ટીકરનો ઉપયોગ કરીને હપ્તા વસુલી કરે છે તે રીતે બિયારણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.
નકલી બિયારણ ઉત્પાદકોનું બિન અધિકૃત સંગઠન બનાવીને બીજ માફિયાગીરી શરૂ કરવા સ્ટિકર તૈયાર કરવામાં આવે છે. જેટલી બેગનું બિજ ઉત્પાદન કરવું હોય તેટલા સ્ટિકર ખરીદવા ફરજિયાત હતા. આ સ્ટીકરની કિંમત નક્કી કરાઈ હતી. આ સ્ટિકર બેગ પર હોય એટલે એમને કોઈ જ પકડવાનું નહોતું. આ સ્ટિકર જાહેર કરાયા હતા. છતાં ભાજપ સરકારે કોઈપણ પગલાં લીધા નથી. બીજ માફિયાઓ પક્ષને ફંડ આપી રહ્યાં છે. ખેડૂતોએ 5 ફરિયાદો કરી હતી તો તે કંપનીઓને માત્ર 300 રૂપિયાનો દંડ થયો હતો.
ખેતર કૌભાંડ
મે 2024માં રાજકોટમાં સાપર વેરાવળમાંથી રૂ. 3 લાખની 405 બોરી નકલી બિયારણનો જથ્થો જપ્ત કર્યો હતો. કપાસના બિયારણ ઈડરથી લાવવામાં આવ્યા હતા. રાજ્યમાં ઈડર આસપાસ નકલી બિયારણોના ખેતરો આવેલા છે.
ગુજરાતમાં બિયાણો બનાવવા માટે ખાસ ખેતરનો નક્કી કરાયા છે. જેને ટ્રાયલ ફાર્મ પણ કહે છે. ચીનની અનેક કંપીનઓ ગુજરાતમાં અનેક ખેડૂતોના ખેતરમાં આજે પણ ટ્રાઈલ લઈ રહી છે. છતાં ખેતીવાડી અધિકારીઓ તે અંગે તપાસ કરતાં નથી. જે મોટા ભાગે ઉત્તર ગુજરાતમાં કપાસ અને સૌરાષ્ટ્રમાં મગફળીના નકલી બિયારણો બનાવવા માટે બીજ કંપનીઓ કામ કરી રહી છે. આવા 10 હજાર હેક્ટર વિસ્તાર બિયારણો બનાવવા માટે વપરાતો હોવાનું અનુમાન છે. તેમ છતાં કૃષિ વિભાગે આજ સુધી આવા એક પણ ખેતર પર દરોડો પાડ્યો નથી. જે રીતે ગાંજો ઉગેલો હોય એવા ખેતર પર પોલીસ દરોડો પાડે છે તે રીતે.
કંપની કૌભાંડ
વારંવાર એક જ કંપનીઓ નકલી બિયારણ વેચતા પકડાઈ રહી છે. છતાં તેમની સામે યોગ્ય પગલાં લેવાતા નથી. મોટા ભાગની કંપનીઓ બિયારણ ઉત્પાદક સંઘની હોવાનું માનવામાં આવે છે.
જીએમ કૌભાંડ
કેન્દ્રની મોદી સરકારે 10 વર્ષથી નવા જીએમ પાકની મંજૂરી ન આપી હોવાથી નકલી જીએમ બીયારણો ગેરકાયદે વેચવામાં આવી રહ્યાં છે. તેથી ગુજરાતમાં બીટી 3 કપાસ ગેરકાયદે વાવવાનું શરૂ કરી દીધું હતું.
બીટી બિયારણો
ભારતીય Bt-કપાસના બિયારણનું બજાર રૂ. 5 હજાર કરોડનું હોવાનો અંદાજ છે. જેમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા છે. જે માફિયાઓના હાથમાં છે. એટલે કે 500 કરોડ છે. અમેરિકાની મોન્સાન્ટો ભારતમાં બીટી કપાસના બિયારણો વેચતી હતી તેણે હવે ભારત છોડી દીધું છે જેનો ફાયદો બિજ ઉત્પાદકો લઈ રહ્યાં છે. 1 પેકેટમાં એક એકર વાવેતર થાય છે. એક પેકેટ રૂ. 2 હજારની આસપાસ વેચાય છે. કપાસનું નકલી બિયારણ મોટે પાયે 4જી 5જી નામે વેચાય છે.
1 હજાર પેકેટ પકડાયા
મહારાષ્ટ્રના નંદુરબારકર જિલ્લાના અક્કલકુવા તાલુકાનાં ખાપર ગામેથી ગુજરાતમાં બનેલું બિયારણ પકડાયું 4 મે 2024માં પકડાયું હતું.20 ગુણમાં ભારતમાં પ્રતિબંધિત કપાસના એચ.ડી. બીટી બિયારણના 1 હજાર પેકેટથી ભરેલી રૂ. 15 લાખના બિયારણ હતા. યોદ્ધા હાઈડ્રિક બ્રાંડ હતી. આખી ટ્રક ભરેલી હતી. તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદાનો ખેડૂત એગ્રો સેન્ટરના માલિક વિપુલ પટેલ કે જે નિઝરનો રહેવાસી છે. અમદાવાદના સ્ટાર લોજેસ્ટીકના માલિક સુમરા અબ્દુલ એમ બે લોકો સામે ગુનો નોંધ્યો હતો.
2022
સમગ્ર રાજયમાં Vip3A Gene માન્ય નથી છતાં 80 ટકા બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે પર્યાવરણ અને સજીવ સૃષ્ટિ ઉપર ખૂબ મોટા જોખમો રહેલા છે. 13 વર્ષથી ભારતમાં ખેડૂતો માટે નવી કપાસની GM ટેકનોલોજી વિકસાવાઈ નથી.
રૂપિયા 4 હજાર કરોડથી વધુના બિયારણનો વ્યવસાય સરકારની મિલીભગતથી ચાલે છે. પકડાય તો 1 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. છતાં દંડ રૂ. 500 જ કરીને કૌભાંડીઓને છોડી દેવામાં આવે છે. મોન્સાન્ટો કંપનીએ 2017થી તેમની GM ટેક્નોલૉજી ભારતમાંથી DE REGULATE કરી છે. છતાં બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે.
મિલિભગત
કૃષિ વિભાગની સ્કોડ દ્વારા 2024માં 707 જેટલા બિયારણના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દર વર્ષે નમુનાઓ લેવાય છે. પણ કોઈને સજા થતી નથી. બધા છૂટી જાય છે. બીજ બુટલેગરો ઉપર દરોડા પાડી જેલના સળિયા પાછળ નાંખવામાં આવતા નથી. નકલી બિયારણનો વ્યવસાય સરકારની મિલીભગતથી ચાલે છે. પર્યાવરણ જાળવણીના કાયદા હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો લાગે છે. ઉત્પાદક-વિક્રેતાનું નામ ન લખ્યું હોય તો હાઈકોર્ટ સિવાય જામીન ન મળી શકે. બિયારણનું પાઉચ કે પેકેટ બનાવનારને પણ આ જ ગુનો લાગુ પડે છે. છતાં કોઈ આકરાં પગલા લેવાતા નથી. રાજ્યની ભાજપા સરકાર માટે ખાનગીકરણની નીતિના ભાગે સીધી મલાઇ મેળવવાનો રસ્તો બીજ ઉત્પાદકો પૈકીની બીજ બુટલેગર પ્રજાતિ સ્વરુપે મળી ગયો. ખેડૂતોને બરબાદ કરી રહ્યાં છે.
નકલી બિયારણ પકડાય તો તે બનાવનારી કંપનીને 10 વર્ષની સજા અને જે ખેતરામાં બિયારણ બન્યા હોય તે સરકારે જપ્ત કરી લેવાનો કાયદો બનાવો જરૂરી બની ગયો છે. બોગસ બિયારણ વેચનાર બીજ બુટલેગરો રાજકીય બની ગયા છે. બીજા રાજ્યોએ આવો કાયદો બનાવ્યો છે. ગુજરાતના ભાજપની સરકારે બનાવ્યો નથી.
નવી ટેકનોલોજી
10 વર્ષથી ભારતમાં ખેડૂતો માટે નવી કપાસની GM ટેક્નોલૉજી કેમ વિકસાવી ન શક્યા. મોન્સાન્ટો કંપનીએ મોદીના રાજમાં 2017થી તેમની GM ટેક્નોલૉજી ભારતમાંથી DE REGULATE કરી છે. બીટી કપાસ બીજનું ઉત્પાદન અને વેચાણ ચાલી રહ્યું છે.
બિજ નીગમ ખતમ
ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. એક સરકારી કંપની છે છેલ્લા 24 વર્ષથી સતત નબળી પાડવાનુ કામ રાજ્ય સરકાર કરી રહી છે, તેના કારણે ખેડુતો બીયારણની ગુણવતા, ભાવ અને સમયે બીયારણના પુરવઠાના પ્રશ્નોથી પરેશાન છે.
ગુજરાત બીજ નીગમ સરેરાશ રૂ. 30 કરોડનો નફો કરે છે. ગુજરાતમાં રૂ. 5 હજાર કરોડના બિયારણના ધંધામાં રૂ. 200 કરોડના બિયારણો વેચે છે. કેટલાંક બી કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા વેચાય છે. બીજ નિગમ વીસ ટકા જેટલો બિયારણ વિતરણનો હિસ્સો ધરાવતી હતી. હવે 4 ટકા હિસ્સો થઈ ગયો છે. ખાનગી કંપનીઓ 75 ટકા બજાર હિસ્સો ધરાવે છે.
બીજ નિગમની જવાબદારી છે કે ખેડૂતોને પ્રમાણિત અને ટ્રુથફૂલ બિયારણ પૂરું પાડવું. કયા પાકનું કેટલું બિયારણ જોઈશે તેનો અહેવાલ દર વર્ષે દરેક ઋતુમાં જાહેર કરે. 10 કર્મચારીઓથી નિગમ ચાલી રહ્યું છે. ખાનગી કંપનીઓનું બિયારણ પણ બિજનિગમ જ આપે.
બીજ પ્રમાણન એજન્સી
બીજ પ્રમાણન એજન્સીની પણ જવાબદારી બને છે. 3 લાખ એકર ખેતરમાં બીજનું વાવેતર થયું તેમાંથી 2 લાખ 90 હજાર એકરમાં જે બીજ ઉગાડવામાં આવ્યું તેને પ્રમાણિત કરી આપવામાં આવ્યું હતું. જે 17 લાખ 50 હજાર ક્વિન્ટલ બીજ પેદા થયું તે બીજ યોગ્ય છે એવા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
એપ કામ ન આવી
કેન્દ્રીય કૃષિ વિભાગે બિયારણની અસલી ઓળખ માટે SATHI એપ અને પોર્ટલ – એટલે કે સીડ ટ્રેસેબિલિટી, ઓથેન્ટિકેશન અને હોલિસ્ટિક ઈન્વેન્ટરી બનાવી છતાં બનાવટી બિયારણો પકડવામાં ખેડૂતોને તે મદદ કરી શકતી નથી.
મગફળી
કુતિયાણાના ખાગેગામે મગફળી અને કપાસનું નકલી બીયારણનું વેચાણ કરતા એક વેપારીને ત્યાં ગાંધીનગરની ટીમે દરોડા પાડયા હતા અને નકલી બીયારણનો જથ્થો સીઝ કર્યો હતો.
સ્ક્વોડ
સ્કવોડની રચના હપ્તા ઉઘરાવવા માટે થાય છે. પ્રતિબંધિત 4G 5G જાહેરાત થઈ રહી છે છતાં સરકાર મૌન છે. 30 વર્ષમાં ભાજપે એક લેબોરેટરી સ્થાપી નથી. 19 સ્ક્વોડે 20 દિવસમાં 707 નમૂના લીધા હતા. ગયા વર્ષે 3 હજાર નમુના લેવાયા તેના પરિણામો જાહેર થયા નથી. તે કંપનીઓને બ્લેક લિસ્ટેડ કરી નથી. હજારો ખેડૂતોએ ફરિયાદો કરી છે તે જાહેર કરાઈ નથી કે તપાસ થઈ નથી. બનાસકાંઠાના ખેડૂત રામસિંહ રાજપૂતે કાયદા હેઠળ માહિતી માંગી તો કૃષિ વિભાગે ખાનગી હોવાનું કહીને ન આપી.
ખેતી નિયામક બેલગામ બીજ માફિયાઓ પર લગામ નાખી શકતા નથી.
કાર્યવાહી
2015થી 2022 સુધીમાં ગુજરાતમાં માત્ર 9 કંપની સામે ફરિયાદ કરી હોવાનું કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું. 38 લોકોની ધરપકડ કરી હતી. મોટાભાગે કપાસ, મગફળીનું નકલી બિયારણ મળ્યું હતું. 7 વર્ષમાં રૂ. 150 કરોડનું નકલી બિયારણ જપ્ત કર્યુ હતું. પણ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને એ વિગતો આપી ન હતી કે નકલી બિયાણના કારણે 10 લાખ હેક્ટર વિસ્તારનો કૃષિ પાક ખેડૂતોએ 7 વર્ષમાં ગુમાવવો પડ્યો હતો. તેને વળતર પણ આપવામાં આવ્યું ન હતું. બિજમાફિયાઓને રૂ.300નો દંડ કરીને છોડી મૂકવામાં આવે છે.
ન્યાય માટેની વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાતી પ્રકિયા આંટીઘૂંટીવાળી અને ખર્ચાળ હોવાથી જે તે સિઝનમાં ખેડૂતો આર્થિક નુકસાન સહન કરવા તૈયાર થાય છે. પરંતુ સંબંધિત વિભાગમાં રજૂઆત કરવા કે ફરિયાદ કરવા પાછી પાની કરે છે. પોલીસ કે કૃષિ વિભાગ તેની ફરિયાદ લેતા નથી.
જે ખેડૂતનો પાક નિષ્ફળ જાય ત્યારે જ એને ખ્યાલ આવે છે કે બિયારણ નકલી હતું. અસલી બિયારણો જે બજારમાં મળે છે એના જેવા જ પેકેજિંગમાં નકલી માલ વેચવામાં આવે છે. વિક્રેતાઓ હાથ ઊંચા કરી દે છે. પરંતુ એ હકીકત છે કે સાચા બિયારણો અને કિસાનો વચ્ચે જ રસ્તામાં માલ બદલાઈ જાય છે.
ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે, 2023 સુધીના બે વર્ષમાં ગુજરાત સરકારે નકલી બિયારણ અંગેની 15 ફરિયાદો મળી હતી જેમાં 11 સામે કાર્યવાહી કરી હતી.
મોરબીમાં 2020માં ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી વિભાગ દ્વારા રૂ. 17 લાખનો નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અને બીપીન ડુંગરભાઈ વડાવીયા સામે ફરિયાદ કરી હતી. પણ તે બિયારણ ક્યાંથી આવ્યું કયા ખેતરમાં બનાવાયું હતું તે કૃષિ વિભાગે ક્યારેય જાહેર કર્યું નથી. ડીસા ખાતે અમુલ પાર્લરની આડશમાં બિયારણ વેચાતું હતું.
16 મે 2022માં અમદાવાદ અને વડાલીમાંથી 3.60 કરોડનું નકલી બિયારણ ઝડપાયું
આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોએ નકલી બિયારણનું વેચાણ મોટું છે.
સાંસદ મૌન
ભાજપના સાંસદ રામ મોકરિયાએ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. જેમાં નકલી બિયારણના ધંધાર્થીઓ ખેડૂતોને લૂંટી રહ્યા હોવાની ફરિયાદ કરી હતી. સાથે તેમણે નકલી બિયારણ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પછી તેઓ મૌન બની ગયા હતા.
સત્તા સાથે માફિયાઓ
કૃષિ પ્રધાનો પણ ગુજરાતે જોયા છે કે જેઓ ખુદ નકલી બિયારણની માયાજાળના પડછાયામાં ઊભા હોય. રાજનેતાઓ અને સહકારી આગેવાનો સંડોવાયેલા હોવાની દહેશત રહે છે. દારૂના ધંધાની જેમ બિજના ધંધામાં થઈ રહ્યું છે. આવી તમામ વિગતો ખેડૂત આગેવાનો મનહર પટેલ, પાલભાઈ આંબલિયા, સાદર રબારી, ભરતસિંહ ઝાલા દ્વારા સરકારને વારંવાર આપવામાં આવી છે છતાં સરકાર પગલાં લેતી નથી. તેનો સીધો મતલબ છે કે, બિજમાફિયાઓ ભાજપની સરકાર ચલાવે છે. સરકાર તેને કાયદાનું રક્ષણ આપી રહી છે.
વિદેશ ષડયંત્ર
જમીન બરબાદ કરતાં બિયાણો હવે વિદેશથી ઘુસાડવાનું ષડયંત્ર ચાલે છે. એવા પ્રકારના બિયારણો છે કે જેનું વાવેતર કરવાથી જમીનની ફળદ્રુપતા પૂર્ણતઃ નષ્ટ થઈ જાય છે. વનસ્પતીઓની વિવિધતાને ગંભીર નુકસાન પહોંચે છે. જુદા પ્રકારનો આ આતંક છે.
શું કરવું જોઈએ
પેકેટ પર અંગ્રેજી ભાષામાં વપરાય છે તે ગુજરાતી લખવી જોઈએ. ખેડૂતો અંગ્રેજી વાંચી શકતા નથી.
સીડ પોલિસી અને કૃષિ નીતિ બનાવો.
ખેડૂતોને નુકસાનીનું વળતરની કાયદામા જોગવાઈ કરો.
દંડ અને ખતરનાક ગુનાનો જાહેર કરી 10 વર્ષની કેદની જોગવાઈ કરો.
પકડાયા પછી ફરી બીજ ઉત્પાદન કે વેચાણ ન કરી શકે તેવી જોગવાઈ કરો.
ખેડૂતની તમામ ફરિયાદ માટે ફાસ્ટ સ્ટ્રેક કોર્ટની રચના કરો.
જિનેટિકલ ટેક્નોલોજીનું બિયારણ સરકારી રાહે સંશોધન અને ઉત્પાદન કરો.
જીએમ બિયારણ ખાનગી પેઢી ઉત્પાદન ન કરી શકે એવો કાયદો બનાવો.
નમુનાની ચકાસણી માટે ગુજરાતમાં દરેક જિલ્લામાં લેબ બનાવો.
માન્ય બિયાણ કંપનીઓની યાદી જાહેર કરો.
ખાનગી કંપનીઓનું બિયારણ પણ બિજનિગમ જ આપે.
દરેક પાકમાં વધારે ઉત્પાદન આપતાં બિયરણોનું સંશોધન કરો.
જવાબદાર અધિકારીઓ
ચેતન એસ. દવે, ઉપસચિવ, કૃષિ યુનિ./તપાસ/પ્રાકૃતિક કૃષિ.
કિર્તન કે. ચૌધરી, ઉપસચિવ, બજેટ/આયોજન.
સંયુક્ત ખેતી નિયામકો-
કે.એસ.પટેલ, મહેસાણા
એમ.એમ.પટેલ, વડોદરા
એ.ડી.પટેલ, વડોદરા
એન. એમ. શુકલ, અમદાવાદ
એસ.કે.જોષી, રાજકોટ
જી.એસ.દવે, રાજકોટ
કે.વી.પટેલ , સુરત
એસ.કે.જોષી, જુનાગઢ
નાયબ સચિવ, કાનન એચ પંડ્યા
બાગાયત નિયામક ડો.પી.વી. વઘાસીયા
પી.એસ. રબારી, મેનેજિંગ ડિરેક્ટર
ડો.કે.બી. કથીરિયા, વીસી આણંદ એગ્રીકલ્ચર યુનિ
યમલ અશ્વિન વ્યાસ, સ્વતંત્ર નિયામક અને ભાજપના નેતા
જિલ્લા ખેતીવાડી અધિકારી-
ટી.બી. પટેલ રાજકોટ
એમ. આર. પરમાર સુરેન્દ્રનગર
એચ. સી. ઉસદડિયા મોરબી
આર.એસ.ગોહેલ જામનગર
રણમલ ચાવડા (ઇ.ચા.) દેવભુમિ ધ્વારકા
કે.ઓ.વાઘેલા ભૂજ-કચ્છ
એન.એમ. પટેલ મહેસાણા
એમ. એસ. પ્રજાપતિ પાટણ
એમ. એમ. પ્રજાપતિ બનાસકાંઠા
બી.જે.જોષી સાબરકાંઠા
પી.બી.પરમાર અરવલ્લી
એન.એમ.વસાવા વડોદરા
બી.એસ. પંચાલ છોટાઉદેપુર
એમ. જી. પટેલ ગોધરા
જે.આર.પટેલ મહિસાગર
પી.આર.દવે દાહોદ
વી. પી. પટેલ નર્મદા
પી.આર.માંડાણી ભરુચ
વી.કે.ચૌહાણ જુનાગઢ
એચ.જી.લાલવાણી ગીર સોમનાથ
જે.કે.કાનાણી અમરેલી
એ.એમ.૫ટેલ ભાવનગર
બી.આર.બલદાણીયા (ઇ.ચા.) બોટાદ
એચ.એ.ત્રિવેદી પોરબંદર
એચ.આઈ.પટેલ અમદાવાદ
ડી.એચ.રબારી ખેડા
સી. એસ.પટેલ આણંદ
એસ.બી. ગામીત સુરત
એ.આર.ગજેરા નવસારી
એ.કે.ગરાસીયા, વલસાડ
સી.સી.ગરાસીયા તાપી
હર્ષદ પટેલ (ઇ.ચા.) ડાંગ
જે.એસ.પટેલ ગાંધીનગર