ગુજરાતમાં અવારનવાર ભુકંપના આંચકા અનુભવતા રહે છે. આજ રોજ બનાસકાઠામાં વહેલી સવારે 3.7 ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ ભુકંપનું કેન્દ્રબીંદું પાલનપુરથી 137 કિલોમીટર દુર નોંધાયું છે. જો કે હાલ કોઈ હાની સર્જાઈ નથી.