દોહા : અહીં ચાલી રહેલી ઍશિયન ઍથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પહેલા દિવસે દૂતી ચંદે 400 મીટરની રેસમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે હિમા દાસ કમરની ઇજાને કારણે 400 મીટરની રેસમાંથી આઉટ થઇ ગઇ હતી. 23 વર્ષની દૂતીઍ 11.28 સેકન્ડનો સમય લઇને મહિલાઓની 100 મીટરની દોડમાં ચોથી હિટ જીતી હતી. તેની સાથે જ તેણે 11.29 સેક્ન્ડનો પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડ્યો હતો. જો કે તે વર્લ્ડ ચેમ્પિયનશિપના ક્વોલિફિકેશન માર્ક 11.24 સેકન્ડને સ્પર્શી શકી નહોતી.
હિમાને પીઠના સ્નાયુ ખેંચાઇ ગયા છે, કોચ રાધાકૃષ્ણન નાયરે જણાવ્યું હતું કે તેની પીઠના નીચલા ભાગે ઇજા છે. તે ગંભીર નથી અને ઍકાદ બે દિવસનમાં તે સાજી થઇ જશે. આ ઇજાને કારણે હિમા ૪ બાય 400 મીટરની રિલે દોડ અને મિક્ષ્ડ 400 મીટર રિલે દોડમાં ભાગ લેશે કે કેમ તે અંગે શંકા સેવાઇ રહી છે. અન્ય ભારતીયોમાં જિન્સન જાન્સને પુરૂષોની ૮૦૦ મીટર, મહંમદ અનસ અને રાજીવ અરોકિયા 400 મીટર. પ્રવીણ ચિત્રવેલ પુરૂષોના ટ્રિપલ જમ્પ, ગોમતી ઍમ મહિલાઓની 1500 મીટરના આગલા રાઉન્ડમાં પહોંચી ગયા હતા. નેશનલ રેકોર્ડ હોલ્ડર જાનસને 800 મીટરની રેસમાં 1.53.43નો સમય લીધો હતો. તે કતરના જમાલ હેયરનથી પાછળ રહ્યો હતો.