ચૂંટણીની આદર્શ આચાર સંહિતા મુજબ ભલે પ્રચાર 12 ડિસેમ્બરની સાંજે 5 વાગ્યે બંધ થઇ ગયો હોય પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઇ રાજકીય પક્ષ ન હોવાથી આવા કોઇ બંધનમાં નથી જેનો હાર્દિક પટેલે અને પાસ ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે તેથી ભાજપ વિરોધી લાગણીઓને હવા દેવાનું કામ કર્યુ હતુ.
હાર્દિક પટેલ શક્ય તમામ ફાયદો ઉઠાવવા માંગે છે. અનામત આંદોલનના કારણે અનેક પાટીદારો પર હાર્દિકના પ્રભાવ હેઠળ છે જેને આજે જુદા જુદા સમાજ કાર્યક્રમો અને બેઠકોના બહાને મળીને ભાજપ વિરૂદ્ધ વોટ કરવા માટે હાર્દિક મનાવશે.