શાંઘાઇ : મર્સિડિઝના ચાલક લુઇસ હેમિલ્ટને ચીન ગ્રાં પ્રીમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખીને
રવિવારે અહીં ફોર્મ્યુલા વન રેસ કેરિયરની 1000મી જીત મેળવી હતી. ગ્રિડમાં બીજા સ્થાનેથી
શરૂઆત કરીને હેમિલ્ટને પોતાની જ ટીમના વોલટેરી બોટ્ટાસને ૬.૫ સેકન્ડના માર્જીનથી હરાવીને
ટાઇટલ જીત્યું હતું. આ વિજયની સાથે જ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ટેબલમાં સરસાઇ મેળવી
લીધી હતી. ફેરારીનો સેબેસ્ટિયન વેટ્ટલ ત્રીજા સ્થાને અને રેડ બુલનો મેક્સ વેર્સટાપ્પેન ચોથા સ્થાને
રહ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેમિલ્ટને સતત બીજીવાર ચીન ગ્રાંપ્રીમાં વિજય મેળવ્યો છે. તેણે
અહીં છ રેસ જીતી છે.
