બીટકનેક્ટ કોઈન માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજી દુબઇની બેંકોમાં કરોડોનું બેલેન્સ !
ઇ. ડી ના અધિકારીઓ માટે દિવ્યેશ મગરમચ્છ સાબિત થાય તેમ છે.
સુરતથી દુબઇ સુધીની કરોડોની સફર
વલસાડ : સમગ્ર દુનિયા માં ચકચાર મચાવનાર બીટકોઈન પ્રકરણ માં પોલીસે દિલ્હી એરપોર્ટ થી ઝડપેલા સુરત ના વતની એવા માસ્ટર માઈન્ડ દિવ્યેશ દરજી ની દુબઇ માં ઓફિસો , મોંઘીદાટ કારો, પ્રોપર્ટી અંગે પોલીસે શુ વિગતો કઢાવી તે હજુ સુધી મીડિયા માં સ્પષ્ટ થયુ હોય તેવું ધ્યાને નથી પરંતુ આ અખબાર પાસે દિવ્યેશ ની દુબઇ ખાતેની માહિતી અને જે જાણકારી મળી રહી છે તે ચોંકાવનારી છે અને ઇડી દ્વારા જો તપાસ થાય તો તેની હકીકત બહાર આવી શકે તેમ છે, અત્રે નોંધનીય છેકે દુબઇ થી દિલ્હી એરપોર્ટ ઉપર આવતા જ તેની ધરપકડ થઈ હતી ત્યારબાદ ખાસ તેના અહેવાલ બહાર નહિ આવતા મામલો ઠંડો પડતો લાગી રહ્યો હોવાનું ચર્ચામાં છે, દિવ્યેશ આખા ભારત માંથી કમિશન મેળવતો હતો જે કરોડો માં હોવાનું કહેવાય છે.
મૂળ સુરત ના અને તા.29-12-1957 ના રોજ જન્મેલા દિવ્યેશ દરજી એ દુબઇ માં કરોડો નું રોકાણ કરેલું છે અને વૈભવી કારો ધરાવે છે તેણે 2016 માં જાફજા ફ્રી ઝોન માં કંપની ચાલુ કરી હતી તેના બેન્ક એકાઉન્ટ થી માંડી તેના વ્યવહારો ની તપાસ હજુ કરાઈ નથી પરંતુ આ અખબાર ના ઇન્વીસ્ટીગેશન માં ઘણા ખુલાસા કરવામાં આવનાર છે સમગ્ર મામલે ભીનું સંકેલાઈ જવાની ચર્ચાઓ વચ્ચે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ઇડી આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરશે તો અનેક બેનામી વ્યવહારો નો પર્દાફાશ થવાની શકયતાઓ જણાઈ રહી છે વધુ આવતા અંક માં (ક્રમશઃ)