ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલે શાનદાર પ્રદર્શન કરતા પોતાની જીતની લયમાં પરત ફરી છે અને ઓલોમ્પિક ચેમ્પિયન કૈરોલિના મરીનને ડેનમાર્ક ઓપનની મહિલા સિંગલ્સ મેચના પ્રથમ રાઉન્ડમાં જ હરાવી દીધી છે. તેની સાથે બીજી રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. ત્યારે બીજા અને ટાઈટલની પ્રબળ દાવેદારમાં માનવામાં આવનારી પી વી સિંધુને હારનો સામનો કરવો પડ્યો હતો. પી વી સિંધુને વર્લ્ડની નંબર દસ ખેલાડી ચીનની ચેન યુફેને ૪૩ મિનીટ સુધી ચાલેલ મેચમાં ૨૧-૧૭, ૨૩-૨૧ થી હરાવી દીધી હતી.
કોરિયા ઓપનર જીત્યા બાદ કોઈ પણ પ્રતિયોગીતાની શરૂઆતી રાઉન્ડમાં પી વી સિંધુની આ સતત બીજી હાર છે. છેલ્લા મહીને તેમને જાપાન ઓપનના બીજા રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્લાસગો વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારી સાઈના નેહવાલે મરીનને ૨૨-૨૦,
૨૧-૧૮ ને હરાવી હતી.
આગામી રાઉન્ડની મેચમાં સાઈનાનો સામનો થાઈલેન્ડની નિતચાંવ જિંદપોલ અથવા રશિયાની ઈવગેનિયા કોસેત્સેકાયાથી થશે. ભારતના પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત અને એસ. એસ. પ્રણોયે પણ ટુર્નામેન્ટમાં સારી શરૂઆત કરી પરંતુ બી સાઈ પ્રણીતને પુરુષ સિંગલ્સ મેચના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
કિદામ્બી શ્રીકાંત અને એસ.એસ. પ્રણોયે ડેનમાર્ક ઓપનના બીજા રાઉન્ડના પ્રવેશ કરી લીધો છે. શ્રીકાંત અને પ્રણોયે પુરુષ સિંગલ્સ વર્ગના પ્રથમ રાઉન્ડમાં રમેલી પોત-પોતાની મેચમાં જીત મેળવી લીધી હતી. પ્રણોયે સ્થાનીય ખેલાડી એમિલ હોલસ્ટને ૪૮ મિનીટ સુધી ચાલેલ પ્રથમ રાઉન્ડની મેચમાં સીધી રમતમાં ૨૧-૧૮, ૨૧-૧૯ થી હરાવ્યા હતા. આઠમી વર્લ્ડ ક્રમાંકિત પ્રાપ્ત શ્રીકાંતે પોતાના જ દેશના શુભાંકર દેને ૩૫ મિનીટની અંદર ૨૧-૧૭, ૨૧-૧૫ થી હરાવ્યા હતા.