નવસારી જિલ્લાનું દાંડી ગામા ગાંધીજીના નામ સાથે જોડાયેલુ છે. સને ૧૯૩૦માં અંગ્રેજોએ દેશમાં મીઠાનો કર વસુલવાનો કાયદો લગાડ્યો હતો જેનો ભંગ મહાત્મા ગાંધીએ કર્યો હતો. સવિનય કાનુન ભંગ કરવા માટે બાપુ અમદાવાદના સાબરમતી આશ્રમથી પગપાળા નીકળીને નવસારી જિલ્લાના દાંડી ગામે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ઐતિહાસિક દાંડી ગામમાં પર્યટકોનો ધસારો જોવા મળ્યો નથી. મોડે મોડે પણ સારી કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. કુલ ૫૦ કરોડથી વધુના ખર્ચે દાંડીની સકલ બદલવા કેન્દ્ર સરકારનું કેન્દ્રિય લોકનિર્માણ વિભાગ કામે લાગ્યું છે.
-15 એકર જમીનમાં સાબરમતિથી 24 ગામોને ઝાંખીઓનું પ્રદર્શન
– મહાત્મા ગાંધી સાથે 80 પદયાત્રીઓની 18 ફૂટ ઊંચી પ્રતિમાઓ મુકાશે
– 40 મીટરની ઉંચાઈએ ક્રિસ્ટલ અને લેઝર લાઈટ દ્વારા શો બતાવાળે
– ગાંધીના દાંડીન ચમકીલુ બનાવવા પુરજોશમાં કામ ચાલી રહ્યું છે