દમણ ખાતે આવેલ દલવાડા ગામે ઝાડી જંગલ માં આજ રોજ અચાનક આગ લાગી હતી જોકે એ જંગલ વિસ્તારમાં એક ખાનગી કંપની ના પડેલ pvc પાઇપ પણ આગની ચપેટ માં આવ્યા હતા જોત જોતામાં આગ એ ભીંસણ રૂપ ધારણ કર્યું હતું આજુબાજુ ના લોકો માં ભાગદોડ મચી ગઇ હતી જોકે ઘટના ની જાણ દમણ ફાયર વિભાગ ને પડતા તાત્કાલિક ઘટના સ્થળ પર ફાયર વિભાગ એ પોહચી ને કાબુ મેળવ્યો હતો આગ એટલી ભયાનક હતી કે લોકો માં આગ ને જોઈ ને ભય ફેલાયો હતો.