આ ઘટના સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પણ આ સત્ય ઘટના છે. વડોદરામાં ઇન્સટાગ્રામ પર મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તેના અસ્લીલ ફોટા સોશીયલ મીડીયા ઉપર વાયરલ કરતા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના કલાકમાં સાયબર ક્રાઈમની ટીમે પકડી પાડ્યો હતો.
આ ફરીયાદી મહિલા ત્રણ વર્ષ પહેલા ઇલોરા પાર્કમા રહેતી હતી અને સોસાયટીની બાજુમા ઘણી ઓફીસો હોવાથી તેમાની કોઇ ઓફીસમા આરોપી પ્રકાશ મહેંદ્રસીહ સોલંકી સેલ્સ મેન તરીકે નોકરી કરતો હતો અને આ ફરીયાદી બહેનની આરોપી સાથે મુલાકાત થઈ હતી. આરોપી ફરીયાદી બહેન નો મોબાઇલ નંબર મેળવી તેની સાથે ફોન ઉપર વાતો કરતો હતો, જેથી ફરીયાદી બહેન એ આરોપીને ફોન ઉપર વાત નહી કરવા સમજાવેલ, અને તે દરમ્યાન મહિલાના લગ્ન થઈ ગયા અને લગન કર્યા બાદ તેની સાસરે જતા રહ્યા. આ બાબત આરોપી પ્રકાશ સોંલકીને ગમી નહીં. આ મહિલાના લગ્હોન થઈ ગયા હોવા છતા આરોપી તે મહિલાને કોન્ટકમા રહેવા દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો, જેથી મહિલાએ આરોપી વિરૂધ્ધમા પાણીગેટ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંઘાવી હતી. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરતા તેણે મહિલાને હેરાન કરવાનું બંધ કરી દીઘું હતું. ત્યારબાદ ફરીથી આરોપીએ મહીલાના નામનું ઈનસ્તાગ્રામ પર ફેક આઈડી બનાવીને તેના પર મહિલાના અશ્લીલ ફોટા મુકી તેને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપવા માંડ્યો. જેથી આ મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદને આધારે સાયબર પોલીસ સ્ટેશનમા આરોપી વિરૂધ્ધમા ગુનો દાખલ કરવામા આવ્યો હતો અને આરોપીને પકડી પાડવા વડોદરા શહેરના CP શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તથા JCP શ્રી કેશરીસિંહ ભાટી સાહેબ તથા DCP શ્રી જયદિપસિંહ જાડેજા સાહેબ તથા સાયબર ક્રાઈમ બ્રાન્ચ ના ACP શ્રી ભરત રાઠોડ સાહેબ તરફથી જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શનના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.