ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે મોહમ્મદ શમીને કાર
અકસ્માત નડ્યો છે. શમી દેહરાદૂનથી દિલ્લી જઈ રહ્યો હતો, ત્યારે તેની કારને અકસ્માત નડયો હતો.
આ અકસ્મતામાં શમીના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. જેમાં શમીને ત્રણ ટાંકા પણ આવ્યા છે. મળતી માહિતી મુજબ શમીની કાર ટ્રક સાથે ટકરાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ હવે શમીને સીએમઆઈ
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.