આજ રોજ સુરતના રંગ ઉપવન ખાતે વાલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને વાલી દિવસ નિમિતે 10 લાખના નાસ્તાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે જો રકમ 2 લાખથી વધારે હોય તો કમિશનરના આદેશ પ્રમાણે ટેન્ડર દ્વારા ઓર્ડર લેવાનો હોય છે. પણ અહીં વગર ટેન્ડરે કોન્ટ્રાક લેવામાં આવ્યો હતો. જેના વિરુદ્ધમાં કોંગ્રેસીઓએ હોબાળો મચાવ્યો હતો.
