ભારતના દિગ્ગજ નિશાનેબાજ ગગન નાંરગે કૉમનવેલ્થ નિશાનેબાજી ચેમ્પિયનશિપની 50 મીટર રાઇફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે એક અન્ય ભારતીય સ્વપ્નિલ સુરેશ કુસાલે આ સ્પર્ધામાં કાંસ્ય મેડલ જીત્યો છે તો વળી, ઓસ્ટ્રેલિયાના ડૈન સેમ્પસને ગોલ્ડ પર પરફેક્ટ નિશાન સાંધ્યું છે.
ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં જારી આ ટૂર્નામેન્ટમાં ગુરુવારે અનુ રાજે મહિલાઓની 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં કાંસ્ય મેડલ પર કબજો જમાવ્યો હતો. નોંધપાત્ર છે કે, રિયો ઓલિમ્પિક બાદ નારંગે પ્રથમ વખત કોઇ મોટી ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે. તેણએ 617.6 અંકોની સાથે ક્વાલિફિકેશન દૌરમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફાઇનલમાં તેણે 246.3 અંકોની સાથે સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો છે. તે ગોલ્ડ મેડલ હાંસલ કરવાથી માત્ર 1.4 અંક પાછળ રહી ગયો હતો.