ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૮માં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત છે. એકવાર ફરીથી દેશનું નામ રોશન કરતા બોક્સર મેરીકોમે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.મેરીકોમે ૪૮ કિલોગ્રામ ભારવર્ગની બોક્સિંગ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યું છે. આ રીતે ભારત અત્યાર સુધી કુલ ૧૯ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે.
મેરી કોમે શનિવારે ૨૧માં રાષ્ટ્રમંડલ રમતોના ૧૦માં દિવસે શનિવારે મહિલા બોક્સિંગની ૪૫-૪૮ કિલોગ્રામ ભારવર્ગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તેના નામે કરી દીધું છે. મેરી કોમે બોક્સિંગ ફાઈનલમાં ઇંગ્લેન્ડની ક્રિસ્ટીનાને ૫-૦ થી માત આપી ફર્સ્ટ ટાઈમ રાષ્ટ્રમંડલ રમતોમાં પદક પ્રાપ્ત કર્યું છે.
બીજા રાઉન્ડમાં મેરી કોમે તેનો આક્રમક અંદાજ ચાલુ રાખ્યો હતો. જ્યારે ક્રિસ્ટીના પ્રયત્ન તો કરી રહી હતી પરંતુ તેના પંચ નિષ્ફળ જતા હતા. જ્યારે મેરી કોમ જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ વધુ આક્રમક થતી ગઈ અને પોતાના ટેલેન્ટનો ફાયદો ઉઠાવતી રહી. છેલ્લે તેણે પોતાના ફૂટવર્કનો ઉપયોગ કરીને ક્રિસ્ટીના પર દબાણ વધાર્યું હતું.