ભારતના વેઇટલિફ્ટર સતિષ શિવલિંગમે 21મી કોમનવેલ્થ રમતના ત્રીજા દિવસે એક વધુ ગોલ્ડ મેડલ જીત્યું છે. સતીષે વેઇટલિફ્ટિંગના પુરુષોના 77 કિલોગ્રામમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યું હતું. સતીષે સ્નેચમાં 144ના સર્વશ્રેષ્ઠ વજન ઉઠાવ્યો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 173 સર્વશ્રેષ્ઠ વજન ઉઠાવ્યો હતો. કુલ મળીને તેમનો સ્કોર 317 રહ્યો હતો.
તમિલનાડુના વેલ્લોરમાં જન્મેલા સતીષે ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ૭૭ કિગ્રાની કેટેગરીમાં કુલ ૩૨૮ કિગ્રા વજન ઉઠાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમાંથી ૧૪૯ કિગ્રા વજન સ્નેચમાં અને ૧૭૯ કિગ્રા વજન ક્લીન એન્ડ જર્કમાં ઉઠાવ્યો હતો. સ્નેચમાં તેમનો ૧૪૯ કિગ્રા વજન ઉઠાવી કોમનવેલ્થ રમતમાં તેમની કેટેગરીનો આ રેકોર્ડ બની ગયો છે.
વેઇટલિફ્ટિંગમાં સતિષ શિવલિંગમે ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યુ છે.