રિઝર્વ બેન્કના કર્મચારીઓનો આજે અને આવતીકાલે એટલે કે 4 અને 5 સપ્ટેમ્બરના રોજ સામૂહિક રજા પર જવાનો નિર્ણય બેન્ક મેનેજમેન્ટ સાથેની વાતચીત બાદ મુલતવી રાખવામાં આવ્યો છે. યૂનાઇટેડ ફોરમ ઓફ રિઝર્વ બેન્ક ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝે સોમવારે આ જાણકારી આપી છે. આ હડતાળની અસર સામાન્ય નાગરિકોની બેન્ક સર્વિસ પર પડવાની હતી. હવે સંગઠને તેના નિવેદનમાં કહ્યું કે, રિઝર્વ બેન્કના ટોચના મેનેજમેન્ટ અને કર્મચારી સંગઠન વચ્ચે વાતચીત બાદ ચાર અને પાંચ સપ્ટેમ્બરે પ્રસ્તાવિત સામૂહિક રજાની યોજનાને ટાળી દેવામાં આવી છે. બેન્ક મેનેજમેન્ટે કર્મચારીઓની માંગ માનીને કેટલોક વધુ સમય આપવાની વિનંતી કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રસ્તાવિત રજાની યોજનાથી કેન્દ્રીય બેન્ક સહિત દેશની મુખ્ય નાણાંકીય સંસ્થાઓના કામ-કાજ ઠપ્પ થઇ જાય છે. જો કે, સંગઠને કહ્યું કે જો મુદ્દો હલ નહીં થાય તો તેમને મજબૂરીમાં ફરી હડતાળ પર જવું પડશે. જણાવવામાં આવ્યુ હતું કે આરબીઆઇનું પૂર્ણ ઓપરેશન ઠપ્પ થઇ જવાથી ફોરેક્સ અને મની માર્કેટની મોટાભાગની પ્રવૃતિઓ લગભગ ઠપ્પ થઇ જાય છે. બેન્કની અલ્પકાલિક લેવડ-દેવડ પણ બંધ રહે છે, જેની અસર કેશ અને કન્ટ્રાક્ટ એમ બન્ને સેગમેન્ટમાં જોવા મળે છે. એટલું જ નહીં, બેન્કોના ઓપરેશન્સ પર સીધી અસર પડતી અને નાણાંકીય લેવડ-દેવડમાં અવરોધ આવી સકતો હતો. આરબીઆઇના કર્મચારીઓની માંગ છે કે કોન્ટ્રીબ્યૂટરી પ્રોવિડંટ ફન્ડ (સીપીએફ) નો વિકલ્પ પસંદ કરનારા કર્મચારીઓને પેન્શન યોજનાનો લાભ લેવાની છૂટ પણ મળે. સાથે જ, 2012 પછી નિયુક્ત કર્મચારીઓને વધારાની ભવિષ્ય નિધિનો લાભ આપવામાં આવે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.