એબીપી ન્યૂઝ અને સીવોટરના તાજા સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યો છે કે, ઉત્તર પ્રદેશમાં જ્યાં ટૂંક સમયમાં ચૂંટણી થવાની છે.
નવેમ્બર માટે સીવોટર ટ્રેકરે અનુમાન લગાવ્યો છે કે સત્તાધારી એનડીએ લગભગ 217 સીટો જીતી શકે છે, જે 2017ના પરિણામોથી 100 સીટો ઓછી છે, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળું ગંઠબંધન જેમાં રાષ્ટ્રીય લોક દળ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી સામેલ છે, લગભગ 156 સીટો જીતી શકે છે. સર્વેમાં બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસને ખુબ જ પાછળ દર્શાવવામાં આવ્યા છે. બહુજન સમાજ પાર્ટીને 18 અને કોંગ્રેસને આઠ સીટો મળવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ વાતે છે કે, બીજેપી અને સમાજવાદી પાર્ટી વચ્ચેનો અંતર પાછલા એક મહિનામાં ઓછો થયો છે.
ઓક્ટોબર માટે સીવોટર ટ્રેક્ટરે એનડીએને 245 અને સમાજવાદી પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધનને 134 સીટ મળવાનો અનુમાન લગાવ્યો હતો, એટલે બંને વચ્ચે 111 સીટોનું અંતર. અનુમાન અનુસાર બંને ગઠબંધનો વચ્ચે અત્યાર સુધી અંતર ઘટીને 61 થઈ ગયું છે, એક મહિનામાં 50 સીટોનો ઘટાડો.
આ ઘટાડો એવા સમયે આવ્યો છે જ્યારે બીજેપીની અંદર ફૂટની ચર્ચા છે- એક તરફ યોદી આદિત્યનાથ સરકાર છે તો બીજી તરફ પાર્ટી સંગઠન જેને કેન્દ્રીય નેતૃત્વના એક વર્ગનું સમર્થન છે.
રસપ્રદ વાત તે છે કે બીજેપી અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીટોમાં ઘટતા અંતર વોટ શેરોમાં દેખાઈ રહ્યો નથી. અસલમાં બીજેપી અને સમાજવાદી પાર્ટીના અનુમાનિત વોટ શેરોમાં પાછલા એક મહિનામાં નજીવો ઘટાડો આવ્યો છે. જ્યારે કોંગ્રેસને સૌથી વધારે ફાયદો થયો છે. ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે કોંગ્રેસનું અનુમાનિત વોટ શેર ત્રણ ઘણો વધ્યો છે.
તો ઉત્તર પ્રદેશમાં બીજેપીની લીડ ઓછી થવાનો કઈ વાતનો સંકેત છે? શું ખરેખર બીજેપીને ચૂંટણીમાં મોટો ઝાટકો લાગી શકે છે?
યુપીમાં ભાજપના પતનની શરૂઆતના માપદંડ શું છે?
યુપીમાં મુખ્યત્વે ત્રણ પ્રદેશો એવા છે જ્યાં ભાજપ મુશ્કેલીનો સામનો કરી રહી છે – પશ્ચિમ યુપી, રોહિલખંડ અને પૂર્વીય યુપી અને આ ત્રણેય પ્રદેશોમાં લીડ ગુમાવવાનો ટ્રેન્ડ અલગ-અલગ સમયે શરૂ થયો હતો.
પશ્ચિમ યુપી
સહારનપુર જિલ્લાની કેટલીક બેઠકોને બાદ કરતાં ભાજપે 2017માં પ્રદેશમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. આવું 2013ની મુઝફ્ફરનગર હિંસા પછી લગભગ સંપૂર્ણ રીતે ભાજપને મળતા જાટ મતોને કારણે થયું હતું. લોકનીતિ-સીએસડીએસ સર્વે અનુસાર, 2019ની લોકસભા ચૂંટણીમાં એનડીએની જાટ વોટ બેંક વધુ મજબૂત થઈ અને પાર્ટીને સમુદાયના 91 ટકા વોટ મળ્યા.
જોકે, હવે એવું લાગે છે કે જાટ સમુદાયનો એક મોટો વર્ગ કૃષિ કાયદા અને તેના પછીના વિરોધને કારણે ભાજપની વિરુદ્ધ થઈ ગયો છે. પંજાબના ખેડૂતોની સાથે પશ્ચિમ યુપીના જાટ ખેડૂતો પણ વિરોધ પ્રદર્શનમાં સૌથી આગળ રહ્યા છે. ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત આંદોલનના મહત્વના ચહેરા તરીકે ઉભરી રહ્યા છે. કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાતથી ચોક્કસપણે થોડો ફરક પડશે, પરંતુ ચૂંટણી વિશ્લેષક અને સીવોટરના સ્થાપક યશવંત દેશમુખ કહે છે કે કૃષિ કાયદો માત્ર વાર્તાનો એક ભાગ છે.
CVoterના સ્થાપક યશવંત દેશમુખ અનુસાર, ઉત્તર પ્રદેશના જાટોને લાગે છે કે તેમની સત્તા સુધીની પહોંચ સમાપ્ત થઈ ગઈ છે, તેમના વતી બોલવાવાળું કોઈ નથી.
આનાથી રાકેશ ટિકૈત અને આરએલી પ્રમુખ જયંત ચૌધરીની જાટ સમુદાયમાં વધતી લોકપ્રિયતાને સમજી શકાય છે. પાછલા કેટલાક મહિનાઓથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશમાં બીજેપીને વધારે નુકશાન થઈ રહ્યું છે. જોકે, નવેમ્બર ટ્રેકરે એક ક્ષેત્ર- પૂર્વ યૂપીમાં બીજેપીને થઈ રહેલા નુકશાનનો ખુલાસો કર્યો છે, જ્યાં બે મબિના પહેલા બીજેપી માટે વધારે ખરાબ સ્થિતિ નહતી.
પૂર્વ યૂપી
આ પ્રદેશમાં જ્ઞાતિનું વિભાજન મજબૂત છે અને યોગી આદિત્યનાથની માત્ર ઠાકુરોને પ્રમોટ કરવાની ઇમેજથી માંડીને સમાજવાદી પાર્ટી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી વચ્ચેના ગઠબંધન સુધીના ઘણા પરિબળો બીજેપીના નુકસાનમાં વધારો કરી શકે છે.
અહીં બીજો પણ એક મુદ્દો છે. એક તથ્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે 2017માં પૂર્વ યુપીમાં ઘણી સીટો પર એનડીએની જીતનું માર્જીન 10 ટકાથી ઓછું હતું. તેથી, થોડો ફેરફાર (સ્વિંગ) પણ એનડીએને નુકસાન પહોંચાડી શકે છે.
રોહિલખંડ
2017માં વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષ માત્ર બે વિસ્તાર રોહિલખંડ અને પૂર્વ યૂપીના આઝમગઢ, જૌનપુર અને ગાજીપુર જેવા વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં ટક્કર આપી શક્યું હતું.
અહીં સુધી કે લોકસભા ચૂંટણીમાં પણ ઉત્તર પ્રદેશમાં તે જ મુખ્ય ક્ષેત્ર હતો જ્યાં વિપક્ષ બીજેપીની લહેર સામે ટકી શક્યું હતું.
મુરાદાબાદ પ્રશાસનિક ડિવિઝિનમાં, જે મુખ્ય રૂપથી રોહિલખંડ જેવા જ વિસ્તાર છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીના અહીં સૂપડા સાફ થઈ ગયા હતા. મુરાદાબાદ, રામપુર, સંભલ, અમરોહ, બિઝનૌર અને નગીના બધી છ સીટો પર બીજેપીને મહાગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારોમાં કેટલાક એવા પણ છે, જ્યાં મુસ્લિમોની સંખ્યા વધારે છે.
સમાજવાદી પાર્ટી-બહુજન સમાજ પાર્ટી ગઠબંધનને મુસ્લિમ સમુદાય તરફથી ભારે સમર્થન મળ્યો હતો. રિપોર્ટથી ખબર પડે છે કે, ગઠબંધન તૂટ્યા છતાં સમાજવાદી પાર્ટી માટે મુસ્લિમોનું સમર્થન વધ્યું છે.
તે વાતમાં કોઈ જ આશંકા નથી કે ગ્રાઉન્ડ લેવલે બીજેપીને નુકશાન થયું છે્ અને ઉપરોક્ત ત્રણ વિસ્તારોનો ઉલ્લેખ કર્યો છે ત્યાં પાર્ટીને કડક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીને યોગી સરકાર અને પાર્ટી સંગઠનના વચ્ચે અંદરોદરના વિરોધના કારણે પણ નુકશાન ઉઠાવવું પડી શકે છે.