Bhupendrasinh Jhala: હિંમતનગર તાલુકામાં યોજાયેલ ભાગવત સપ્તાહમાં જમણવારનો ખર્ચ ન આપ્યો હોવાની ચર્ચા
Bhupendrasinh Jhala થોડાક દિવસો અગાઉ હિંમતનગર તાલુકાના વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતુ. જોકે તેમાં થનાર ખર્ચ અંગે ગ્રામજનો સહિત અન્ય લોકોએ દાન પણ આપ્યુ હતુ. સપ્તાહ દરમિયાન જમણવારનો ખર્ચ ભુપેન્દ્રસિંહ ઝાલા એ આપવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ હજુ સુધી તેમણે જમણવારના ખર્ચ પેટે કોઇ રકમ મોકલાવી નથી તેવું આધારભૂત સુત્રોમાંથી જણાવાયુ છે.
સાથો સાથ ભુપેન્દ્રસિંહ ઝાલા જયાં પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા હતા ત્યાં તેઓ મદદ કરવાની જાહેરાત કરતા હતા. પરંતુ તે પૈકી મોટા ભાગના સ્થળે તેઓએ જે કીધુ હતુ તે પૂર્ણ કર્યુ નથી.