Bhupendra Yadav : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
ગુજરાત માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ગાંધીનગર, ગુરુવાર
Bhupendra Yadav : ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા ઝડપી બની છે, અને ગુજરાત માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમણે રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામ પર મોવડી મંડળને સૂચના આપવી છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે વિવિધ ચૂંટણીઓ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત માટેની આ પ્રક્રિયામાં ભૂપેન્દ્ર યાદવનું નામ સામે આવ્યું છે, જ્યારે વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, કર્ણાટક માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશ માટે પીયૂષ ગોયલ, બિહાર માટે મનોહર લાલ ખટ્ટર, અને મધ્યપ્રદેશ માટે ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે.