Bengaluru viral post: બેંગલુરુમાં ચાર જામ યાત્રા, 4 દિવસ અને 3 રાતની ટ્રિપનો રમુજી પ્લાન વાયરલ
Bengaluru viral post: બેંગલુરુના ટ્રાફિક જામને લઈને સોશિયલ મીડિયા પર દરરોજ નવા મીમ્સ અને જોક્સ વાયરલ થાય છે. તાજેતરમાં, એક યુઝરે આ સમસ્યાને અનોખી રીતે રજૂ કરી. એક રમુજી પોસ્ટમાં, તેમણે બેંગલુરુના માર્ગો પર ટ્રાફિક જામની તુલના ‘4 જામ યાત્રા’ નામના નવા ટૂર પેકેજ સાથે કરી, જેમાં 4 દિવસ અને 3 રાતની મુસાફરીનો સમાવેશ થાય છે. આ પોસ્ટ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો તેની પર મજા કરતા પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
‘4 જામ યાત્રા’નો આ મજેદાર પ્લાન શું છે?
આ વાયરલ પોસ્ટમાં, યુઝરે જણાવ્યુ કે આ ટૂર પેકેજમાં તમને 4 મોટાં ટ્રાફિક જામ જોવા મળશે અને આ સફર 4 દિવસ અને 3 રાતોની હશે. પોસ્ટમાં આ યાત્રાની સખતાઈને કટાક્ષરૂપે લખાયું હતું, જેમાં શહેરી રસ્તાઓ પર ધીમે-ધીમે આગળ વધતા, ટ્રાફિકમાં સ્થાનિક દુકાનોમાંથી નાસ્તો ખરીદવાનો આનંદ અને સિગ્નલ પર કલાકો સુધી ઊભા રહેવાનો અનુભવનો ઉલ્લેખ હતો.
A sad joke on Bengaluru. At least we have a sense of humour about our suffering and an uncaring govt. pic.twitter.com/dvKkrPYXh7
— Mohandas Pai (@TVMohandasPai) March 12, 2025
લોકોની રમૂજી પ્રતિક્રિયાઓ
આ પોસ્ટ પર લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ આવી. એક યુઝરે લખ્યું, “શું આ પેકેજમાં લાલ બત્તી પર મગફળી ખાવાની ઓફર પણ છે?” તો બીજાએ કહ્યું, “જો ટ્રાફિક વધારે તો આ યાત્રા 7 દિવસ અને 6 રાત પણ થઈ શકે છે.” બેંગલોરના ટ્રાફિક વિશે ચિંતાઓ અને મીમ્સ વારંવાર વાયરલ થાય છે. આ પોસ્ટ હાસ્યમાં લખાયી છે, પરંતુ તે એ પણ જણાવી રહી છે કે બેંગલુરુના લોકો ટ્રાફિકની સમસ્યાથી કેટલાં પરેશાન છે.