ભુવનેશ્વર: લોઇકલ્યૂપાર્ટની શાનદાર હેટ્રિકની મદદથી બેલ્જિયમે સ્પેનને 5-0થી હરાવી વર્લ્ડ હોકી લીગ ફાઇનલમાં સતત બીજો વિજય મેળવ્યો હતો. જીત સાથે બેલ્જીયમની ટીમ પૂલ-એ માં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે પોતાની પ્રથમ મેચમાં નંબર વન ટીમ અને ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-2થી હરાવ્યું હતું. બેલ્જિયમ ત્રીજા ક્વાર્ટર સુધી 2-0થી આગળ હતું. પછી ત્રીજા ક્વાર્ટરમાં ફક્ત ત્રણ મિનિટમાં ત્રણ ગોલ ફટકારી સ્પેનને સાવ નિસહાય કરી દીધું હતું. ફ્લોરેંટ વાન ઓબેલે ત્રીજી મિનિટ અને ચાર્લિયરે 58મી મિનિટમાં ફિલ્ડ ગોલ કર્યો હતો. સ્પેનનો બે મેચમાં પ્રથમ પરાજય છે.
