બાર્સિલોના : દિગ્ગ્જ ફૂટબોલર લિયોનલ મેસીઍ માન્ચેસ્ટર યુનાઇટેડ દ્વારા કરાયેલી ભુલોનો ફાયદો ઉઠાવીને ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં બે ગોલ કરીને પોતાની ટીમને 3-0થી જીતાડી સેમી ફાઇનલમાં ઍન્ટ્રી કરાવી હતી. આ પરાજયને પગલે માન્ચેસ્ટર યુનાઇટેડ સેમી ફાઇનલની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. મેસીઍ મેચની 16મી મિનીટમાં 20 યાર્ડ દૂરથી ગોલ કર્યો હતો અને 20મી મિનીટમાં બીજો ગોલ કરીને 2-0ની સરસાઇ મેળવી હતી. તેમના વતી ત્રીજો ગોલ ફિલીપ કોટિન્હોઍ 61મી મિનીટમાં કર્યો હતો. માન્ચેસ્ટર વતી ઍકપણ ગોલ થયો નહોતો.
