નવી દિલ્હીઃ જો તમારે બેન્કનું કામ બાકી હોય તો બે દિવસમાં પતાવી દેજો નહીં તો અટવાઈ જશે. પહેલી એપ્રિલથી નાણાંકિય વર્ષ 2021-2022 શરું થવા જઈ રહ્યું છે. ત્યારે સ્વભાવિકપણે નવા નાણાકીય વર્ષમાં આર્થિક વ્યવાર અને નાણાકીય કામકાજ સામાન્ય કરતા થોડું વધુ રહેશે. જો એપ્રિલ મહિનામાં તમે બેનને લગતા કામકાજ પ્લાન કર્યા છે તો આ અહેવાલ તમને ખુબ જરૂરી માહિતી પુરી પડી રહ્યો છે.
નાણાકીય વર્ષ 2021 -22 ના પ્રારંભમાંજ જો તમારી પાસે બેંકને લગતા કોઈ કામ છે તો તમારે 3 એપ્રિલ, 2021 સુધી રાહ જોવી પડશે. આ ઉપરાંત એપ્રિલમાં બેંકો કુલ 10 દિવસ માટે બંધ રહેશે. મહિનાના પ્રથમ દિવસે બેંકોના વાર્ષિક એકાઉન્ટ્સ બંધ થવાને કારણે કામગીરી કરવામાં આવશે નહીં. તો ગુડ ફ્રાઈડેને કારણે બે એપ્રિલે બેંકો બંધ રહેશે.
એપ્રિલમાં આ 10 દિવસોમાં બેન્કો રહેશે બંધ
તારીખ બેન્ક બંધ રહેવા માટેનું કારણ
1 એપ્રીલ- વર્ષના ખાતા બંધ થવાને કારણે બેંકો બંધ રહેશે
2 એપ્રીલ- ગુડ ફ્રાઈડે
4 એપ્રીલ- રવિવાર
10 એપ્રીલ- શનિવાર
11 એપ્રીલ- રવિવાર
13 એપ્રીલ- ગુડી પડવા અને તેલુગુ નવું વર્ષ
18 એપ્રીલ- રવિવાર
21 એપ્રીલ- રામ નવમી અને ગારિયા પૂજન
24 એપ્રીલ- શનિવાર
25 એપ્રીલ- રવિવાર