બાંગ્લાદેશના દિગ્ગજ બોલર મશરફે મુર્તઝાએ શાનદાર પ્રદર્શન કરી ચાર બોલમાં ચાર લઈને ઈતિહાસ રચ્યો હતો. મશરફે મુર્તઝા દ્વ્રારા કરવામાં આવેલ પ્રદર્શનના આધારે અબાહાની લિમિટેડે ઢાકા પ્રીમિયર લીગની મેચમાં અગ્રણી બેંક ક્રિકેટ ક્લબને ૧૧ રનથી હરાવી દીધું હતું.
અબાહાની લિમિટેડના ૨૯૦/૬ ના જવાબમાં અગ્રણી ક્લબની ઇનિંગ ૪૯.૫ ઓવરમાં ૨૭૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. અગ્રણી ક્લબને અંતિમ ઓવરમાં જીત માટે ૧૩ રન જોયતા હતા. મશરફે મુર્તઝાએ આ ઓવરમાં સતત ચાર બોલમાં ૪ વિકેટ લઈને પોતાની ટીમને યાદગાર જીત અપાવી દીધી હતી. અબ્દુર રજ્જાકે પ્રથમ બોલ પર એક રન લીધો હતો. ત્યાર બાદ મશરફે મુર્તઝાએ આગામી બોલ પર ધીમાન ઘોષ (૪૬ રન, ૨૭ બોલ) ને આઉટ કર્યા હતા. તેમને ત્યાર બાદ અબ્દુર રજ્જાકને આઉટ કર્યા અને પછી શફીઉલ ઇસ્લામને આઉટ કરી હેટ્રિક પૂરી કરી હતી. હેટ્રિક લીધી હોવા છતાં તે સંતુષ્ટ થયા નહોતા અને પાંચમી બોલ પર ફઝલ રૈબીને આઉટ કરી વિરોધી ટીમની ઇનિંગને સમાપ્ત કરી દીધી હતી. મશરફે મુર્તઝાએ સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી.
મશરફે મુર્તઝા લીસ્ટ ‘એ’ મેચમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લેનાર બાંગ્લાદેશના પ્રથમ અને દુનિયાના સાતમાં બોલર બની ગયા છે. આ અગાઉ એલન બોર્ડ, શોન પોલોક, વેસ્બર્ટ ડ્રેક્સ, લસિથ મલીંગા, ડેવિડ પૈની અને ગ્રાહમ નેપિયર આ કારનામું કરી ચુક્યા છે.
મશરફે મુર્તઝાએ જણાવ્યું છે કે, મારા પ્રદર્શનથી મને સત્રની ટોપ મેચ માટે તૈયાર થવામાં મદદ મળશે. હું ખુશ છુ કે, મે જૂની બોલથી કટર પર વિકેટ લીધી હતી. અંતિમ ઓવરમાં હંમેશા બોલર મોટા ભાગે દબાવ રહે છે, એવામાં સતત ૪ વિકેટ લઈને હું ખુબ જ ખુશ છુ.